mysamachar.in-કચ્છ
કચ્છનાં રાપર તાલુકાનાં શિક્ષકોનાં એક વોટ્સએપ ગ્રુપમાં સભ્ય એવા એક શિક્ષક દ્વારા બિભત્સ પ્રકારનો વીડિયો મુકી દેવામાં આવતા થોડીવાર પુરતો તો ગ્રુપમાં હોબાળો મચી જવા પામ્યો હતો,
મળી રહેલી માહિતી અનુસાર કચ્છનાં રાપરમાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે.જેમાં તેઓ રોજિંદા ઘટનાક્રમ અને શૈક્ષણિક પ્રવૃતીઓ અંગે વાતચીત કરતા રહેતા હોય છે.અને તે હેતુ ઉમદા છે..,સાથે જ આ ગ્રુપમાં મહિલા શિક્ષિકાઓ પણ મોટા પ્રમાણમાં છે.અને ગ્રુપનો સદુપયોગ થઇ રહ્યો હતો પણ અચાનક આ ગ્રુપમાં એક બિભત્સ વિડીયો નું આગમન થતા થોડા સમય માટે તે વીડિયો જોયો તેમાં હોબાળો મચી ગયો.
તો ગ્રુપના અન્ય સભ્યો દ્વારા આ વીડિયો શેનો છે અને કયા અનુસંધાને નાખવામાં આવ્યો છે તેવી પુછપરછ થવા લાગી હતી. જો કે જે વ્યક્તિએ તે વીડિયો નાખ્યો હતો તેણે ગણતરીની મિનિટોમાં જ વીડિયો ડીલિટ કરવાની સાથે સાથે પોતે પણ ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયો હોવાનું સામે આવી રહ્યું છે,
આ પ્રકારનો ઘટનાક્રમ જાણી જોઈને કે પછી મજા લેવા માટે..?તે ચર્ચા એ સમગ્ર તાલુકા અને જિલ્લા શિક્ષણ તંત્રમા ભારે ચર્ચા જગાવી દીધી છે,અને મામલો શિક્ષણાધિકારી સુધી પહોચી જતા તેવોએ આ અંગે તપાસનાં આદેશ આપી દીધા છે,