Mysamachar.in-જામનગર
માત્ર હાલારમાં જ નહી આમ તો સમગ્ર રાજ્યમા કોઇ કામ ફાઇલ મંજુર થાય અને ખરેખર એ કામ થાય તે બંને વચ્ચે એવો સમયનો તફાવત રહે કે ઘણી વખત લોકોને કામ મંજુર થયાનુ પણ ભુલાય જાય છે કેમકે જુદી જુદી મંજુરીમા અટવાયેલુ તંત્ર કામ પ્રગતિમા છે તેવા પત્રકો ભરે છે ત્યારે અમુક કામ તો બબ્બે કે ત્રણ ત્રણ વર્ષથી પ્રગતિમાં જ દર્શાવાય છે તે પુરા ક્યારે થશે? એ સવાલ છે,
જુદી-જુદી ગ્રાન્ટોના કામનુ સંકલન જિલ્લા આયોજન કચેરીમા થતુ હોય છે ત્યારે રસપ્રદ બાબત એ છે કે ઢગલાબંધ કામ માટે પત્રકો છેલ્લી કોલમમા વધારે લખ્યુ હોય કે કામ પ્રગતિમા છે એટલે? શુ એ સ્પષ્ટ થતુ જ નથી હોતુ અનેક કામ વર્ષ બે વર્ષ કે ત્રણ વર્ષે પુરા થાય અમુક તો સાવ ટલ્લે પણ ચડી જાય એવા ઘણા દાખલાઓ છે,
પ્રજાજનોની સુવિધાને લગતા કામો માર્ગ મકાન, વીજવિભાગ, સિંચાઇ, ક્ષારઅંકુશ, પંચાયત, સુધરાઇઓ, મહાપાલિકા વગેરેમા કામ પ્રગતિમા બતાવાય છે, અને અમુક પુરા જ ન થાય તો કેટલી રાહ જોવાની તે સવાલ લોકોએ હાલાકી પડતી હોય પુછ્યો છે, ત્યારે ગતિશીલ અને સંવેદનશીલ સરકારમા ઢીલા કામ કેમ? તે પણ સવાલ છે અને લોકોની સુવિધાના કામમા વિલંબ થાય છે તે જગજાહેર છે છતાય ક્યારેક કોકવાર મીટીંગમા તાડુકતા અધીકારી કે નેતાઓ બાદમા એ બાબતની દરકાર લેવાનુ ભુલી પણ જાય છે અ…રે પીવાના પાણીની સુવિધા જેવા એકદમ જરૂરી કામો પણ વર્ષો સુધી અટવાય છે તેમાય ગ્રામ્ય સ્તરે સ્થિતિ વધુ ખરાબ હોવાનુ લોકો જણાવે છે .