mysamachar.in-દેવભૂમિદ્વારકા:
જીલ્લાના મીઠાપુર ટાઉનમાં ગતસાંજે એવી ઘટના બની છે જેને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે,મીઠાપુર ટાઉનમા પતિએ જ પત્નીની ઉપરાછાપરી તીક્ષ્ણહથિયારો ના ઘા ઝીંકી અને મોત નીપજાવ્યાની ઘટનાની જાણ થતા મીઠાપુર પોલીસે સ્થળ પર પહોચી જઈ મૃતદેહનો કબજો સંભાળી અને તપાસ હાથ ધરી હતી,
મીઠાપુર પોલીસને આ હત્યા માટે આવેલ પ્રાથમિક કારણો પર નજર કરીએ તો મૂળમીઠાપુરની જમનાના લગ્ન થોડાસમય પૂર્વે ચીન્ટુપલીરામ મદ્રાસી સાથે થયા હતા,લગ્નજીવન દરમિયાન ચીન્ટુ અવારનવાર પોતાની પત્ની જમના પર ખોટી શંકાકુશંકાઓ કરી મારકૂટ કરતો હતો જેનાથી કંટાળી જઈ ને જમના તેમના પિયરે રિસામણે બેસી ગઈ હતી અને રિસામણે બેસી ગયા બાદ જમનાએ પોતાના પતિ ચીન્ટુ વિરુદ્ધ ભરણપોષણની ફરિયાદ કરી હતી,જે ચીન્ટુ ને ભારોભાર મનમાં લાગી આવ્યું હતું,
પત્નીએ કરેલ ભરણપોષણનીની ફરિયાદ નો ખાર રાખી ને ગઈકાલે ચીન્ટુ જમનાને મળ્યો હતો અને ભરણપોષણના કેસ બાબતે બંને પતિપત્ની વચ્ચે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા ચીન્ટુ એ આડેધડ તીક્ષ્ણ હથિયાર નો ઘા ઝીંકી અને પોતાની જ પત્ની જમનાને મોતને ઘાટ ઉતારી દેતા મૃતક જમનાના પિતાની ફરિયાદ ને આધારે મીઠાપુર પોલીસ મથકમાં આરોપી પતિ ચીન્ટુ મદ્રાસી વિરુદ્ધ પોતાની જ પત્નીની હત્યા નીપજાવવા અંગેનો ગુન્હો દાખલ થતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.