my samachar.in-જામનગર:
ગાંધીનગર રમત-ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા દલિત ખેલાડીઓ માટે ક્રીડા કૌશલ્યવર્ધક કાર્યક્રમ હેઠળ જામનગર જીલ્લામાં ફાળવવામાં આવેલ ગ્રાંટનો દુરૂપયોગ થતો હોવાની ચોકાવનારી ફરિયાદ ઉઠતાં ચકચાર જાગી છે,
જામનગરના જાગૃત નાગરીક દ્વારા આ બાબતે તમામ વિભાગોને તેમજ દલિત ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીને રજૂઆત કરવામાં આવી હતી જે અન્વયે ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ ગુજરાત સરકારના રમત-ગમત,યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પટેલને પત્ર લખીને જામનગર જીલ્લામાં અનુસુચિત જાતિના ખેલાડીઓ માટે ફાળવેલ ગ્રાંટમાં થયેલ ગેરરીતિની તપાસ કરવાની માંગણી કરી છે,
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પત્રમાં વધુ જણાવ્યુ છે કે,જામનગર જીલ્લામાં દલિત ખેલાડી માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ સંબંધે થયેલ ફરિયાદ અન્વયે જરૂરી કાર્યવાહી હાથ ધરી ગ્રાંટનો દુરૂપયોગ ન થાય તે જોવા જણાવ્યુ છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યુ છે,
આમ જામનગર જીલ્લામાં દલિત ખેલાડીઓના નામે રાજ્ય સરકાર દ્વારા ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય કોઈપણ જાતની માર્ગદર્શીકા વગર આ ગ્રાન્ટનો દુરૂપયોગ થતો હોવાની ફરિયાદના પગલે ગાંધીનગર સુધી પત્ર વ્યવહાર કરીને તપાસની માંગણી કરવામાં આવી છે ત્યારે કઈ રીતે દલિત ખેલાડીઓના નામે ગ્રાંટનો દુરુપયોગ થાય છે તેનો આગામી દિવસોમાં તબક્કાવાર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવશે.