Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજયરથ ફરી વળ્યો છે, વિરોધીઓ ચગદાઈ ગયા છે પરંતુ જામનગર અને દ્વારકા જિલ્લામાં માત્ર એક બેઠક પર, ‘ આપ ‘ નો વિજય થયો છે. હાલારમાં સાત પૈકી બાકી તમામ છ બેઠકો પર મોદીભાજપાનો જયજયકાર જોવા મળ્યો છે. અને કોંગ્રેસના તો જાણે હાલારમાંથી સુપડા સાફ થઇ ગયાનું વાતાવરણ જોવા મળ્યું છે.
જામનગર જિલ્લાની વાત કરીએ તો, જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની વાત કરીએ તો, ત્રણ મુખ્ય વિપક્ષમાં મતોનું વિભાજન ગોઠવાઈ જતાં, ભાજપાનાં ઉમેદવાર રાઘવજીભાઈ વિજય સુધી પહોંચવામાં સફળ રહ્યા. જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર બંને મુખ્ય વિપક્ષનો મતો મેળવવામાં પન્નો ટૂંકો પડતાં ભાજપાનાં રિવાબા ઈઝીલી જિતી ગયા. જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર મોદી-અકબરીનો જયજયકાર થયો. ભાજપાને ચિક્કાર મતો મળ્યા. અને, બંને મુખ્ય વિપક્ષે કંગાળ દેખાવ કર્યો ! જિલ્લાની પાંચમી અને છેલ્લી જામજોધપુર બેઠક પર આમ આદમી પાર્ટીના હેમંત ખવા પહેલવાન સાબિત થયાં છે. ભાજપાને રૂક જાવ કહેવામાં સફળ રહ્યા.
આ લખાય છે ત્યાં સુધી જામનગર જીલ્લાની
*કાલાવડ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા મેઘજી ચાવડાને કુલ 58788 કોંગ્રેસના પ્રવિણ મુસડીયાને 24159 મતો મળ્યા છે.
*જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવાર રાઘવજી પટેલને 78965, કોંગ્રેસના ઉમેદવાર જીવણ કુંભારવાડિયાને 18376 મતો મળ્યા છે.
*જામનગર ઉતર બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવાર રીવાબા જાડેજાને 84336, જયારે કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાને 22822 મતો મળ્યા છે
*જામનગર દક્ષીણ બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવાર દિવ્યેશ અકબરીને 86045 , જયારે કોંગ્રેસના મનોજ કથીરિયાને 23730 મતો મળ્યા છે
*જામજોધપુર બેઠક પર આપના વિજેતા ઉમેદવાર હેમંત ખવાને 70659, ભાજપના ચીમન શાપરીયાને 60336, કોન્ગ્રેના ચિરાગ કાલરીયાને 13366 મતો મળ્યા છે.
હવે દેવભૂમિ દ્વારકા જીલ્લાની વાત કરવામાં આવે તો
*ખંભાલીયા બેઠક પર વિજેતા ઉમેદવાર મુળુભાઈ બેરાને 77834, કોંગ્રેસના વિક્રમ માડમને 44715
*દ્વારકા કલ્યાણપુર બેઠક પર વિજેતા ઉમેદવાર પબુભા માણેકને 74018, કોંગ્રસના મુળુ કન્ડોરીયાને 68691 મતો મળ્યા છે.