mysamachar.in-જામનગર:
આજે રાજ્યના પોલીસબેડામાં બદલીઓ અને બઢતીઓનો ઓર્ડર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે,જેમાં ૭૭ ડીવાયએસપીની બદલીઓ કરવામાં આવી છે જયારે ૮૩ પીઆઈ ને ડીવાયએસપી ના પ્રમોશન આપવામા આવ્યા છે,
બદલીઓ પામેલાં જામનગર જિલ્લામાં જામનગર શહેર અને ગ્રામ્ય સહિતના નવા ડીવાયએસપીઓ ની નિમણુંક થઇ છે,જામનગર શહેર ડીવાયએસપી તરીકે ભૂતકાળમાં જામનગરમાં પીઆઈ ફરજ બજાવી ચુકેલા એ.પી.જાડેજાને મુકાયા છે,જયારે ગ્રામ્ય ડીવાયએસપી એચ.પી.દોશી ની બદલી એ.પી.જાડેજાની જગ્યાએ મદદનીશ નિયામક એસીબી રાજકોટ ખાતે કરવામાં આવી છે,
તો જામનગર ગ્રામ્ય ડીવાયએસપી દોશીની બદલી થતા તેમને સ્થાને આઈપીએસ સંદીપ ચૌધરીને મુકવામાં આવ્યા છે,તો જામનગર એસસીએસટી સેલ ના ડીવાયએસપી તરીકે જે.એસ.ચાવડા ને મુકવામાં આવ્યા છે,દ્વારકા એસસીએસટીસેલ ખંભાળિયા ખાતે બી.એસ.વ્યાસને મુકવામાં આવ્યા છે.
દેવભૂમિદ્વારકા એસઓજી પીઆઈ કે.જી.ઝાલા ને પ્રમોશન મળતા તેમને કચ્છ પૂર્વ ખાતે બદલી કરવામાં આવી છે.