Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જુદી જુદી બે ઘટનાઓમાં એક તરુણીએ જયારે અન્ય ઘટનામાં એક યુવકે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધાનું પોલીસ ચોપડે જાહેર થયું છે,ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા વિનોદભાઈ કુરજીભાઈ કુકડીયાની સોળ વર્ષીય પુત્રી કાજલબેન કે જે ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી, તેણીને પરિક્ષા અંગેનું ટેન્શન આવી જતા ગઈકાલે રવિવારે તેણીએ પોતાના ઘરે લોખંડની જાળીમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લેતા મોત નીપજ્યાનું જાહેર થયું છે જયારે જીલ્લામાં બીજી ઘટનામાં દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા સુરેશસિંહ ચંદ્રસિંહ ઝાલા નામના 34 વર્ષના યુવાને ગઈકાલે રવિવારે બપોરે પોતાના ઘરે રૂમની બારીમાં ઈલેક્ટ્રીક વાયર વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.મૃતક યુવાન કોઈ કામ-ધંધો કરતો ન હોવાથી તેના પિતાએ કામ-ધંધા કરવા બાબતે ઠપકો આપતા સુરેશસિંહને મનમાં લાગી આવતા તેણે આ પગલું ભરી લીધું હોવાની જાણ મૃતકના પિતા ચંદ્રસિંહ કેશુભા ઝાલાએ દ્વારકા પોલીસને કરી છે. જે અંગેની નોંધ કરવામાં આવી છે.