Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર સાંસદ પુનમબેન માડમ પોતાના સંસદીય મત વિસ્તારના તમામ પ્રશ્નો માટે હંમેશા જાગૃત રહે છે, તેના કેટલાય દાખલો મૌજુદ છે તો તેવો તંત્રના અધિકારીઓ સાથે લોકહિતને લગતા મુદ્દાઓની છણાવટપૂર્વક ચર્ચાઓ કરી લોકોના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આવે તે દિશામાં સતત પ્રત્યનશીલ હોય છે, એવામાં તાજેતરમાં જ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ જામનગરની મુલાકાત દરમ્યાન રાજકોટ ડીવીઝનના ડીઆરએમ તેમજ સમગ્ર ટીમ સાથે સાંસદ પૂનમબેન માડમના નિવાસ સ્થાને મુલાકાતે આવ્યા હતા ત્યારે રેલવેને લગત મુદાઓની વિશેષ છણાવટ થઇ હતી તેમજ યાત્રીકોની હજુ સુવિધા વધે તે માટે સાંસદે મુદાસર અને વિસ્તૃત બાબતોની ભલામણ કરી હતી જેની અસર ગણતરીની કલાકોમાં જોવા મળી રહી છે, અને રેલ્વેને લગત બે પ્રશ્નોનો તો ઉકેલ પણ આવી ચુક્યો છે.જે બાબત સરાહનીય છે.
જેમાં પ્રથમ મુદ્દામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમની ભલામણથી ઓખા-ગોરખપુર ટ્રેનનો જામખંભાળીયા રેલવે સ્ટેશને સ્ટોપ મંજુર થયો છે તારીખ 12 ને શનિવારથી આ સ્ટોપ થવાનુ શરૂ થયુ છે મહત્વની બાબત એ છે કે સાંસદ પૂનમબેન માડમએ તાજેતરમાં જ આ લાંબા અંતરની ટ્રેનના ખંભાળીયા સ્ટોપ મંજુર કરવા તાજેતરમાં જ સુચન કરેલુ જેનો તાત્કાલીક ધોરણે અમલ થયો હોય જામખંભાળીયા અને આજુબાજુના ગામના મોટી સંખ્યાના રેલવે યાત્રીકો માટે સાનુકુળતા થઇ છે તો બીજા મુદ્દામાં દ્વારકા સ્થિત જગતમંદિર પરિસરમા રેલવે ટીકીટ બુકીંગ કાઉન્ટર જે બંધ હતુ તે ફરીથી શરૂ થઇ ગયુ છે જેથી ખૂબ જ મોટીસંખ્યામા યાત્રીકો તેમજ નગરજનો માટે સાનુકુળતાઓ થઈ છે.
જગતમંદિર પાસે જ દેવસ્થાન સમિતિ ઓફીસમા રેલવે બુકીંગ કાઉન્ટર બંધ હતુ તે ફરીથી શરૂ કરવાની બાબતેની પણ ખાસ ભલામણ પણ કરવામા આવી હતી જે ભલામણના પગલે રેલવે વિભાગ દ્વારા તાત્કાલીક નોંધ લઇ દ્વારકા જગતમંદિર પરિસરમા રેલવે બુકીંગ કાઉન્ટર તારીખ 10 થી ફરીથી શરૂ કરી દેવામા આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે તીર્થક્ષેત્ર દ્વારકામાં શ્રી દ્વારકાધીશજી મંદિરમાં અગાઉ રેલવે બુકીંગ કાઉન્ટર કાર્યરત હતુ તે રેલ્વે વિભાગ દ્વારા ઘણા સમયથી બંધ કરવામા આવ્યુ હતુ જેથી ખૂબ મોટી સંખ્યાના યાત્રિકોને અને નગરજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો માટે તે તુરંત કાર્યરત થાય તે માટે સાંસદ પૂનમબેન માડમ એ રેલવે વિભાગને ભલામણ કરી હતી
આ ભલામણના પગલે રેલવે વિભાગે નોંધ્યુ છે કે સાંસદ પૂનમબેન માડમની સુચનાથી શ્રી દ્વારકાધીશજી મંદિર પરિસર ખાતે રેલવે બુકીંગ સેન્ટર ફરી શરૂ કરવામાં આવે છે જે તારીખ 10 થી કાર્યરત થઇ ગયેલ છે તેમજ સપ્તાહના દિવસોમાં 08.00-12.00 અને 16.00-20.00 અને રવિવારે 08.00-12.00 વાગ્યા સુધી બુકીંગ થઇ શકશે આ રીતે સાંસદ પૂનમબેન માડમની જહેમતથી દ્વારકામા યાત્રીકો અને નગરજનો માટે રેલવેને લગત વધુ એક સુવિધા ફરીથી શરૂ થઇ ગઇ છે.