Mysamachar.in-ડાંગ:
અનલોકના સમયમાં ટ્રેકિંગ પ્રેમીઓ પ્રકૃતિના ખોળે રમવા નીકળી પડ્યા છે. પણ આપણા રાજ્યમાં પણ એવી ઘણી જગ્યાઓ છે. જ્યાં સુરક્ષા સાથે ટ્રેકિંગ કરી શકાય છે. રાજ્ય સરકાર તરફથી પણ આવી સાઈટનો વિકાસ કરવામાં આવ્યો છે. જ્યાં પાયાની સુવિધાથી લઈને ટૂંકા રોકાણ માટે સગવડ મળી રહે છે. સુરત, સાપુતારા કે ડાંગ ફરવા માટે જાવ ત્યારે વાંસદા વન વિભાગ તરફથી વનિલ ઈક ડેન ઈકો ટુરિઝમ માણવા જેવી જગ્યા છે. ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે તંત્ર તરફથી અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વૃક્ષોથી ધેરાયેલા પ્રદેશનો વિકાસ કરવા માટે સરકાર તરફથી અનેક વનલક્ષી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. એવામાં દક્ષિણ ગુજરાતમાં સુરત નજીક વન વિકાસ નિગમ લી. વાંસદા તરફથી વનિલ ઈક ડેન ઈકો ટુરિઝમ તૈયાર કરી પ્રવાસીઓ માટે અનોખું પ્રવાસ કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. વાંસદા વન વિભાગ તરફથી વર્ષ 1980 થી જંગલમાંથી ડેપોમાં ભેગા કરાવમાં આવેલા સાગી-બિન સાગી લાકડામાંથી ફર્નિચર બનાવવાનો ઉદ્યોગ ચાલું કરવામાં આવ્યો છે.
અહીં પહોંચીએ એટલે જાણે પ્રકૃતિના ખોળામાં આવ્યા હોય એવો અનુભવ થાય છે. ચોતરફ હરિયાળી અને ખુશનુંમાં વાતાવરણ વચ્ચે માટીની મહેને માણી શકાય છે. આ સાથે વાઈલ્ડ વુડ ફર્નિચર ધનંતરી હર્બિસ નામથી માહિતી કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે વેનિલ ઈકો ડેન અંતર્ગત નવા ગાર્ડન તૈયાર કરાયા છે. આ વનિલ ઉદ્યોગ 72 એકર જમીનમાં ફેલાયેલો છે. વનિલ સંકુલમાં જુના મકાનો જેવા કે રેસ્ટ હાઉસ, કેન્ટીન બિલ્ડીંગ, હોસ્ટેલ બિલ્ડીંગ વગેરે જેવી સંપત્તિઓ આવેલી હતી. આ કુદરતી વન સંપદા અને સંપત્તિઓને પ્રવાસીઓની સુવિધાને અનુરૂપ તૈયાર કરવામાં આવી છે. સ્થાનિક લોકો માટે રોજીરોટીનું નવું સાધન ઊભું થાય તેવા ઉમદા હેતુથી વનિલ ઇકો ડેન-ઈકો ટુરીઝમનાં નામે આ સ્થળનો પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવ્યું છે. સાપુતારા અને ડાંગ બાજુ જતા પ્રવાસીઓ માટે આ સ્થળ બિલકુલ રસ્તામાં પડતું હોવાથી તેનો લાભ પ્રવાસીઓને બહોળા પ્રમાણમાં મળી રહેશે. આ સ્થળે પ્રવાસીઓ માટે નાવિન્ય પુરુ પાડતા જુદા જુદા ઝોનનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.