Mysamachar.in:ગુજરાત
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કેટલીક વિગતો જાહેર કરી છે, આ વિગતો જો તમે બેંક લોકર ધરાવતાં હો અથવા મેળવવા ઈચ્છતા હો તો તમારે જાણવી જરૂરી છે. બેંક સાથે લોકરધારકોએ કરાર કરવાનો રહે છે જેની અંતિમ તારીખ 1 જાન્યુઆરી,2023 હતી જે લંબાવીને આ વર્ષની 31 ડિસેમ્બર સુધીની કરવામાં આવી છે. રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, લોકરમાં રોકડ, હથિયાર કે ડ્રગ્સ રાખી શકાશે નહીં.
નવા નિયમો કહે છે કે, જો લોકરની ચાવીનો દુરૂપયોગ થાય છે તો તે જવાબદારી લોકરધારકની રહેશે. લોકરમાં મહત્વનાં દસ્તાવેજો અને ઘરેણાં રાખી શકાશે. તમે તમારૂં લોકર કોઈ અન્ય વ્યક્તિનાં નામ પર ટ્રાન્સફર કરાવી શકશો નહીં અને બેંક જ્યારે પણ ઈચ્છે ત્યારે લોકરધારકનું ઓળખ પ્રમાણપત્ર જોવા માટે માંગી શકશે. જો તમે હાલમાં લોકર ધરાવતાં હો તો તમારે સ્ટેમ્પ પેપર ખર્ચ આપવો પડશે નહીં પરંતુ જો કોઈ વ્યક્તિ બેંકમાં હવે નવું લોકર મેળવવા ઈચ્છે તો તેણે સ્ટેમ્પ પેપર ખર્ચ આપવાનો રહેશે.