Mysamachar.in-જામનગર:
આજના સમયમાં પ્રેમમાં દગો મળવો બહુ સામાન્ય બાબત થઇ ચુકી છે, પણ આવા સમયે જો પ્રેમી કે પ્રેમિકાથી તે સહન ના થાય તો તે જિંદગીનો અંત પણ આણી લે છે, આવી જ એક દુઃખદ ઘટના જામનગર સીટી એ ડીવીઝન પોલીસમાં જાહેર થઇ છે, જેમાં ચાર વર્ષ સુધી પ્રેમિકા સાથે સબંધ રાખ્યા બાદ પ્રેમી એવા યુવકે દગો આપતા પ્રેમિકા ઝેર પી જિંદગી ટૂંકાવી લેતા પ્રેમી સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવાની કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે,
આ અંગેની જાહેર થયેલ વિગતો એવી છે કે જામનગર શહેરના ગોપાલ ચોક નવાગામ ઘેડમાં વસવાટ કરતા કુસુમબા અજીતસિંહ રાઠોડની 26 વર્ષીય પુત્રી યોગીતાબાને ચંગા ગામે વસવાટ કરતા દિવ્યરાજસિંહ પ્રવીણસિંહ ચાવડા સાથે ચાર-પાંચ વર્ષ સુધી પ્રેમ સબંધ રાખી ખોટો ઉપયોગ કરી લગ્ન કરવાનુ લખાણ કર્યા બાદ દિવ્યરાજસિંહે પ્રેમ સબંધમાં દગો દઇ પોતાના લગ્ન બીજી જગ્યાએ નક્કિ કરી લઇ યોગીતાબાને મનોમન લાગી આવતા તેણીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લેતા દિવ્યરાજસિંહે યોગીતાબાને મરી જવાનું દુષ્પ્રેરણ કરવા અંગેની ફરિયાદ નોંધાઈ છે જેની આગળની તપાસ પીએસઆઈ વી.આર.ગામેતી ચલાવે છે.
























































