• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Wednesday, June 25, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જો ‘સરકારી’ અધિકારીઓ કોર્ટમાં ખોટું સોગંદનામું કરતાં ઝડપાશે તો..

આ કેસમાં અભણ ખેડૂતની લગડી જમીન અધિકારીઓ 'જમી ગયા' !!

My Samachar by My Samachar
June 25, 2025
in અમદાવાદ, ગુજરાત
Reading Time: 1 min read
A A
જો ‘સરકારી’ અધિકારીઓ કોર્ટમાં ખોટું સોગંદનામું કરતાં ઝડપાશે તો..
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-અમદાવાદ:

ગુનાહિત માનસ ધરાવતા જે લોકોને છેતરપિંડીઓ કરવાની ટેવ પડી જતી હોય છે એ લોકો ગમે તેને છેતરી લેતાં હોય છે, અદાલતોને પણ છેતરે. એવું નથી કે, કોઈ ખાનગી વ્યક્તિઓ જ આવું કરે, લાલચ એવી વસ્તુ છે કે, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ આવા કુંડાળાઓમાં સામેલ થઈ જાય. આવો વધુ એક મામલો જાહેર થઈ ગયો અને રાજ્યની વડી અદાલતે આ મામલામાં આવા લાલચુ સરકારી ‘નોકરો’ને કડક ચેતવણી આપવી પડી.

મામલો અમદાવાદનો છે. એક અંતરિયાળ વિસ્તારમાં એક ધોરીમાર્ગ પસાર થાય છે, અહીં હાઈવે ટચ 1,200 વાર જમીન છે, જેનો માલિક એક અભણ ખેડૂત છે. આ જમીનમાં ખેડૂત રાત્રે ખાટલો પાથરીને એક એકદમ નાનકડું ધાબુ ચલાવી બે પૈસા કમાણી કરતો હતો તે દરમ્યાન એક બસ ડ્રાઈવર તેની પાસે આવ્યો અને કહ્યું કે, તારી આ જમીન કોઈને વાપરવા આપ તો આ ધાબા કરતા તને મોટી કમાણી દર મહિને મળી શકે.

ત્યારબાદ એક સ્વૈચ્છિક સંસ્થાની મદદથી ‘ખેલ’ ગોઠવાયો. ખેડૂતને ભોળવી લેવામાં આવ્યો. પોલીસ અને રેવન્યુ વિભાગના અધિકારીઓએ ખેલને અંજામ આપ્યો. ખેડૂતને એમ કહેવામાં આવ્યું કે, જમીન તમારી જ રહેશે, અમે તેમાં ખેતી કરીશું અને તમને દર મહિને ભાડુ આપીશું. રેવન્યુના અધિકારીએ ખેડૂતને સાક્ષી લાવવા કહેલું. ખેડૂત સાક્ષી તરીકે પોલીસને લાવ્યો. કાગળો તૈયાર થયા. મામલો આગળ વધ્યો. ખેડૂતના નામે અમુક કાગળો પર સહીઓ થઈ અને બાદમાં ખેડૂતની જમીન અન્ય કોઈ વ્યક્તિના નામે થઈ ગઈ ! પછી ખેડૂતને ખબર પડી કે, ખેલ થઈ ગયો.

બાદમાં અરજણ ડોડીયા નામનો આ ખેડૂત આ આખા મામલાને હાઈકોર્ટમાં લઈ ગયો. કોર્ટમાં પોલીસ અને સરકારી અધિકારીને હાજર રાખવામાં આવ્યા. તેમણે કરેલું સોગંદનામું ખોટું છે તેમ ધ્યાન પર આવતા અદાલતે કહ્યું: કોર્ટ સમક્ષ ખોટું બોલીને અને ખોટું સોગંદનામું આપી તમે શું સાબિત કરવા માંગો છો ? અદાલતે વધુમાં કહ્યું: છેલ્લા ઘણાં સમયથી પોલીસ અને સરકારી અધિકારીઓ અદાલતના આદેશોને ઘોળીને પી ગયા છે. તમારે પોતાની મરજીથી કામ કરવું હોય તો, સરકારી નોકરીઓ ગુમાવવા તૈયાર રહેજો.

આ મામલામાં વડી અદાલતે સરકારને નોટિસ મોકલી, તેમાં જણાવ્યું કે, આ પોલીસ અને સરકારી અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસ શા માટે ન કરવી ? અદાલતે એમ પણ કહ્યું કે, બંને અધિકારીઓ અભણ લોકો સાથે છેતરપિંડીઓ કરે છે, કોર્ટમાં ખોટા સોગંદનામા પણ કરે છે, હવે પછી જો કોઈ સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ કોર્ટને ગેરમાર્ગે દોરશે તો તેણે સરકારી નોકરીથી હાથ ધોઈ નાંખવા પડશે. અદાલતના આ આકરા વલણથી રાજ્યમાં સન્નાટો છવાઈ ગયો છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જો ‘સરકારી’ અધિકારીઓ કોર્ટમાં ખોટું સોગંદનામું કરતાં ઝડપાશે તો..

જો ‘સરકારી’ અધિકારીઓ કોર્ટમાં ખોટું સોગંદનામું કરતાં ઝડપાશે તો..

June 25, 2025
વોટર ચાર્જીસ દરરોજનો તો પાણી પણ દૈનિક આપો:જન જાગૃતિ અભિયાન સમિતિ

વોટર ચાર્જીસ દરરોજનો તો પાણી પણ દૈનિક આપો:જન જાગૃતિ અભિયાન સમિતિ

June 25, 2025
ગુજરાત ‘રેરા’ નું આ મૂવ બિલ્ડર્સને ભારે પડવા સંભવ…

વાહ જામનગર: RERAના બાકી લેણાંની યાદીમાં નામ જ નહીં…

June 25, 2025

નવનિર્માણ પૂર્વે : જામનગરની જીજી હોસ્પિટલમાં વિભાગોનું શિફ્ટીંગ…

June 25, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જો ‘સરકારી’ અધિકારીઓ કોર્ટમાં ખોટું સોગંદનામું કરતાં ઝડપાશે તો..

જો ‘સરકારી’ અધિકારીઓ કોર્ટમાં ખોટું સોગંદનામું કરતાં ઝડપાશે તો..

June 25, 2025
વોટર ચાર્જીસ દરરોજનો તો પાણી પણ દૈનિક આપો:જન જાગૃતિ અભિયાન સમિતિ

વોટર ચાર્જીસ દરરોજનો તો પાણી પણ દૈનિક આપો:જન જાગૃતિ અભિયાન સમિતિ

June 25, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®