Mysamachar.in-ગાંધીનગર:
રાજય સરકારે મિલ્કત નોંધણી સંદર્ભે બે મહત્વની જાહેરાત કરી છે. જે પૈકી એક જાહેરાત ચોક્કસ તારીખ પહેલાં નોંધાવવામાં આવતાં દસ્તાવેજો અંગે અને બીજી જાહેરાત રજાઓના દિવસો દરમિયાન સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં કામકાજ કરી શકાશે – તે અંગેની છે. સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ જેનુ દેવેએ જાહેર કર્યું છે કે, જે પક્ષકારોએ 14 એપ્રિલ પહેલાં મિલ્કત નોંધણી દસ્તાવેજમાં સહીઓ કરી લીધી હશે અને પૂરી રકમનો સ્ટેમ્પ લગાડી દીધો હશે તેઓ ત્યારબાદનાં 4 મહિના દરમિયાન દસ્તાવેજ નોંધણી જૂની જંત્રીના દરોથી કરાવી શકશે.
આ ઉપરાંત એમ પણ જાહેર કરવામાં આવ્યું છે કે, આગામી એપ્રિલ મહિનામાં તારીખ 4,7 અને 8 નાં દિવસોએ જાહેર રજાઓ છે, આમ છતાં આ રજાનાં દિવસોમાં પણ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં કામકાજ કરી શકાશે. આ કચેરીઓ આ રજાનાં દિવસોમાં પણ કાર્યરત રહેશે. સમગ્ર ગુજરાતમાં આ દિવસોએ પણ દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.