mysamachar.in-જામનગર
જિલ્લા પંચાયત તેમજ મહાનગર પાલિકામાં ઉર્જાનો બેફામ દુરુપયોગ કરતા કર્મચારીઓ ઝડપાયા બાદ ઉર્જાનો વેડફાટ કરતા વધુ એક સરકારી વિભાગના કર્મચારીઓની પોલ ખોલતો વિડીયો સામે આવ્યો છે,
જામનગરથી શરૂ થયેલ પ્રથમ ન્યુઝ વેબ પોર્ટલ my samachar ના ઉમદા હેતુ સાથે ગુજરાતના તથા દેશહિતમાં ઉર્જા બચાવોના અભિયાન અભિગમ દ્વારા જામનગર જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો દ્વારા બિનજરૂરી લાઈટ, પંખા સહિતના વીજળીના ઉપકરણો ચાલુ રાખીને ઉર્જાનો દુરુપયોગ કરતા ઝડપાયા બાદ ઈશ્વર તેમને સદબુદ્ધિ આપે અને ઉર્જાની બચત કરે તે જરૂરી છે અને મહાનગર પાલિકામાં પણ આવીજ દશા હોય કર્મચારીઓ ઉર્જાની બચત કરે તેવી કમિશ્નર કાળજી લે તે ગુજરાતના હિત માટે ઇચ્છનીય છે,
my samachar દ્વારા ઉર્જા બચાવોના અભિયાનને આગળ વધારતા જામનગર શરૂસેક્સન રોડ પર આવેલ મહેસુલ સેવા સદનમાં શહેર મામલતદાર, ગ્રામ્ય મામલતદાર તેમજ પ્રાંત કચેરી શહેર, પ્રાંત કચેરી ગ્રામ્ય ઉપરાંત જનસુવિધા કેન્દ્ર કાર્યરત હોય ત્યારે આ કચેરીઓમાં પણ હાલત ખરાબ હોય તેમ ઉર્જાનો મોટા પ્રમાણમાં વેડફાટ કરવામાં આવતો હોય તેવું બહાર આવ્યું છે, જેમાં મોટાભાગના કર્મચારીઓ લાઈટ, પંખા સહિતના વીજળીના સાધનો ચાલુ રાખીને ભયકંર બેદરકારી રાખતા હોવાનો વિડીઓ સામે આવ્યો છે,
ત્યારે સામાન્ય લાગતી આ બાબતે કલેકટર ગંભીર બનીને ઉર્જા બચાવો અભિયાન હેઠળ મહેસુલ સેવા સદન કચેરીમાં ઉર્જાનો વેડફાટ થતો અટકાવવા સૂચના આપે તે ગુજરાતના હિતમાં એક પ્રેરણાદાયક પગલું હશે.