mysamachar.in-જામનગર
જામનગર સહીત ગુજરાતમાં પ્યાસીઓ ની કમી નથી,બોટલનો ભાવ વધે કે ના વધે પણ સાંજ થાય એટલે બોટલ જોઈએ ખરા..પ્યાસીઓ ની આવી તક નો લાભ લઈને બુટલેગરો પણ એક યા બીજી રીતે ગુજરાત મા દારૂ ઘુસાડે છે અને તેનું મબલખ વેચાણ થવાના અનેક કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે,પણ વાત જો જામનગર જીલ્લાની કરવામાં આવે તો જામનગર જીલ્લાનું જામજોધપુર છેલ્લા કેટલાક સમયથી દારૂનું હબ બની રહ્યું તેમ લાગી રહ્યું છે,કારણ કે અહીંથી લાખો રૂપિયાની કીમતનો શરાબનો જથ્થો ઝડપાઈ જવાના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે,
હજુ તો થોડા દિવસો પૂર્વે જ ની જ વાત છે કે જામનગર એલસીબી એ જામજોધપુર ના સોનવાડિયા ગામની સીમમા જુના તળાવની ઝાળીઓ મા છુપાવેલો ૨૪૦ પેટી અંગ્રેજી શરાબ નો રેઢો જથ્થો ઝડપી પાડી ને ૩ શખ્સો ને ફરારી જાહેર કર્યા હતા,જે બાદ તેના થોડા દિવસો પછી જ જામજોધપુર પીએસઆઈ જે.ડી.પરમાર અને તેની ટીમ એ પણ જીવના જોખમે ૪૦ પેટી અંગ્રેજી શરાબ નો જથ્થો ઝડપી પાડ્યો હતો…
આ બધું જ હજુ તો હમણાની જ વાત છે ત્યાં જ વધુ એક વખત ગતસાંજે દારૂની બદીને ડામવા અથાગ પ્રયાસ કરી રહેલા જામજોધપુર પીએસઆઈ પરમાર અને તેની ટીમએ સોનવડીયા ગામની સીમમાંથી ૧૪૫૨ બોટલ નો તળાવમાં છુપાવેલો દારુનો જથ્થો કબજે કરી બે આરોપીઓને ફરાર જાહેર કર્યા છે,
એવું નથી કે દારૂ પોલીસને હાથ લાગતો નથી પણ અહી સૌથી મોટો સવાલ એ થાય છે કે જામજોધપુર સુધી આટલા મોટા દારૂનો જથ્થો એક યા બીજી રીતે પહોચી જાય ત્યાં સુધી કેમ કોઈને તેની ગંધ સુદ્ધા આવતી નથી,
છેલ્લા કેટલાક સમયમાં જામજોધપુર પોલીસ અને જામનગર એલસીબી એ દારૂના જથ્થાઓ તો આ વિસ્તારમાં થી ઝડપી પાડ્યા પણ જામજોધપુર પંથકમાં કે પછી આસપાસના વિસ્તારોમાં શરાબનો નશો અને વેચાણ કરનારાઓ ની સંખ્યા વધી રહી હોય તેમ જામજોધપુર દારૂનું હબ બની રહ્યું તેમ લાગી રહ્યું છે.ત્યારે ના માત્ર અહી થી જ અટકીને પણ દારૂ જામજોધપુર સુધી કઈ રીતે પહોચે તેની પણ તપાસ થાય તો મોટા નેટવર્ક નો પર્દાફાશ થઇ શકે તેમ છે.