Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ભારે જમાવટ કરી બન્ને જીલ્લાના કેટલાય જળાશયો ને તો મેઘરાજાએ આ જ સિઝનમાં બીજીવાર છલોછલ કરી દીધા, કેટલાય ખેતરોમાં પાણી આફરી વળ્યા તો કેટલુય નુકશાન ભારે વરસાદને કારણે થયું પુરા થતા ચોવીસ કલાક એટલે કે ગઈકાલ સવાર 6 વાગ્યા થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં બન્ને જીલ્લાના વરસાદી આંકડાઓ કે ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના પર નજર કરીએ તો…સૌ પ્રથમ દેવભૂમિ દ્વારકા જીલ્લાની વાત કરવામાં આવે તો ભાણવડ તાલુકામાં સાડા છ ઈંચ, કલ્યાણપુર તાલુકામાં સાડા ત્રણ ઈંચ, દ્વારકા તાલુકામાં ત્રણ ઈંચ, અને ખંભાળિયામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સોમવારે બપોર સુધી વરસેલા મુશળધાર વરસાદ બાદ બપોર પછી મેઘરાજાએ વિરામ લીધો હતો,
જયારે જામનગર જીલ્લાની વાત કરવામાં આવે તો જામનગર તાલુકાના મોટી બાનુગારમાં અને ફલ્લામાં એક એક ઇંચ, ધુતારપૂરમાં 2 ઇંચ, જયારે અલીયાબાડા અને દરેડમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે, તો જોડિયા તાલુકાના હડીયાનામાં એક ઇંચ, બાલંભામાં 1 ઇંચ જયારે પીઠડમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે, ધ્રોલ તાલુકાના લતીપુર, જાલીયાદેવાણી, લેયારા, માં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકાના નિકાવા ખરેડી ભ.બેરાજા માં બે બે ઇંચ જયારે મોટા પાંચદેવડા, મોટા વડાલામાં એક એક ઇંચ જામજોધપુર તાલુકાના સમાણામાં ૩ ઇંચ, શેઠવડાળામાં 1 ઇંચ,જામવાડી માં ૩ ઇંચ, વાસજાલીયામાં 6 ઇંચ, ધુનડામાં 2 ઇંચ, ધ્રાફામાં 4 ઇંચ, પરડવામાં 5 ઇંચ, અને લાલપુર તાલુકાના ભણગોર, મોટા ખડબામાં બે બે ઇંચ જયારે ડબાસંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.