mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં ખાસ કરીને જામજોધપુર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા ના ભાણવડ તરફ દારૂ ના મોટા જથ્થાઓ ઠલવાઈ રહ્યાના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે,તાજેતરમા જ એલસીબી એ જામજોધપુરના સોનવડીયા ગામની સીમમાં થી લાખોનો રેઢો શરાબનો જથ્થો ઝડપી પાડ્યા બાદ ગઈકાલે વધુ એક વખત જામજોધપુરના સતાપર નજીકથી દારુનો જથ્થો ઝડપવા પોલીસ અને બુટલેગરો વચ્ચે કલાકો સુધી ફિલ્મી દ્રશ્યો સર્જાયા બાદ અંતે પોલીસને સફળતા મળી છે,
ગતસાંજે જામજોધપુર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ જે.ડી.પરમાર ને બાતમી મળી હતી કે એક કારમાં દારુનો જથ્થો ભરાઈ અને જામજોધપુર નજીક ઉતરાવા માટે આવી રહ્યો છે,અને જે ગાડીમાં દારૂ છે તે ગાડી ને પાઇલોટીંગ કરવામાં આવી રહ્યું છે તેના પર થી જામજોધપુર પોલીસએ પણ સરકારી અને ખાનગી એમ ત્રણ વાહનો મારફત વોચ ગોઠવી હતી અને વોચ દરમિયાન વેગનઆર કાર એ પોલીસને જોઈને નાશી છુટવાની કોશિશ કરતાં પોલીસે પણ તેને ઝડપી પાડવા માટે અલગ અલગ કોર્ડન કરેલા રસ્તાઓ પર થી કલાકો સુધી ફિલ્મીઢબે દ્રશ્યો સર્જાયા હતા અને અંતે જામજોધપુર પોલીસને સફળતા મળી હતી,
અંતે જામજોધપુર પોલીસે એક કાર ૪૦ પેટી અંગ્રેજી શરાબ સહીત ૫.૪૦ લાખનો મુદામાલ કબજે કરી કાર ડ્રાઈવિંગ કરનાર એક શખ્સ ને ઝડપી પાડ્યો છે,જયારે દારૂ ભરેલ કારને પાઈલોટીંગ કરનાર ત્રણ શખ્સો ફરાર થઇ જતા તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ રહી છે.