Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
તાજેતરમાં આઇકોનિક રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજિત એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ સીઝન-6માં પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે હાજરી આપી હતી. મંત્રીના હસ્તે પ્રવાસન અને મનોરંજન જગત સાથે જોડાયેલા અગ્રણીઓને વિવિધ 13 જેટલી કેટેગરી અંતર્ગત એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈ હાંસલ કરી છે. આજે ભારતનાં આઇકોનિક સ્થળો પૈકી એક એવા સાબરમતી રિવરફ્રન્ટ પર આ એવોર્ડનું આયોજન થયું છે, તે આનું સૌથી મોટું ઉદાહરણ છે. મૂળુભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, આપણું ગુજરાત એશિયાટિક સિંહોના વસવાટનું સ્થળ, વૈવિધ્યસભર જીવસૃષ્ટિ, વિશાળ દરિયાકિનારો, હેરિટેજ શહેર, બ્લ્યુફ્લેગ બીચ ધરાવતું પ્રવાસનની દૃષ્ટિએ અનોખું રાજ્ય છે. આજે ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓને અનુકૂળ વાતાવરણ સર્જાયું છે, જેના પરિણામે ગત વર્ષે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું. સમારોહમાં પ્રવાસન અને મનોરંજન તથા હોસ્પિટાલિટી જગત સાથે જોડાયેલા અગ્રણીઓને વિવિધ કેટેગરી હેઠળ એવોર્ડ એનાયત કરાયા.
–આ સમારોહમાં ગૌરવ અપાવતી બાબત એ રહી કે…..
દેવભૂમિ દ્વારકાના દ્વારકા શહેર ખાતે આવેલ લેમન ટ્રી હોટેલને અલગ અલગ ચાર કેટેગરીના એવોર્ડ મળ્યા જે એક સિદ્ધિ છે, જે હોટેલ લેમન ટ્રી પ્રત્યે પ્રવાસીઓનો ઉત્સાહ અને વિશ્વાસ કેટલા છે તે દર્શાવવાની સાબિતી સ્વરૂપ છે.આ ગૌરવ એટલા માટે કે દ્વારકામાં પ્રવેશ કરતાની સાથે જ એક અદ્ભુત અને આંખને સીધી જ સ્પર્શી જાય તેવી હોટેલ લેમન ટ્રી છે, માટે જ ટુરીઝમ એવોર્ડની અલગ અલગ ચાર કેટેગરીમાં એક જ હોટેલે બાજી મારી લીધી છે, જેમાં બેસ્ટ 4 સ્ટાર હોટેલે ઇન દ્વારકા, બેસ્ટ રેસ્ટોરન્ટ ઇન દ્વારકા, બેસ્ટ MICE વેન્યુ ઇન દ્વારકા અને બેસ્ટ ગુજરાતી ડાઈનીંગ ઇન દ્વારકા આમ તમામ પ્રવાસીઓને સ્પર્શતી ચારેય કેટેગરીનો એવોર્ડ હોટેલ લેમન ટ્રી દ્વારકાને મળ્યો છે જે દ્વારકા જીલ્લા માટે પણ ગૌરવની વાત છે.
-હોટેલ મેનેજમેન્ટ વતી નિર્મલભાઈ સમાણીએ કહ્યું કે…
દ્વારકા જગત મંદિરે માથું ટેકવવા આવતા દેશ અને વિદેશના પ્રવાસીઓ સતત દ્વારકા વિકસી રહ્યાનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે અહી આવનાર દરેક પ્રવાસીઓને જોઈતી સવલતો અને સલામતી એ જ અમારા હોટેલ મેનજમેન્ટની પ્રાથમિકતા છે, અમારા હોટેલ મેનેજમેન્ટ હેઠળ અમારી સમગ્ર અનુભવી ટીમ દ્વારા હોટેલમાં રોકાણ કરતા પ્રવાસીઓ એક અવિસ્મરણીય યાદ સાથે અહીંથી પરત ફરે તે જ ઉદ્દેશ્ય છે.અને માટે જ કદાચ આ સિદ્ધિ અને આવનાર વર્ષોમાં સિદ્ધિઓની હારમાળા અમારી હોટેલના નામે થશે તેવો મને વિશ્વાસ છે.