• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, June 27, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

લઠ્ઠાકાંડમાં હેન્ડ સેનેટાઈઝર પિવડાવી દેવામાં આવ્યું !!

My Samachar by My Samachar
December 7, 2023
in નડિયાદ
Reading Time: 1 min read
A A
લઠ્ઠાકાંડમાં હેન્ડ સેનેટાઈઝર પિવડાવી દેવામાં આવ્યું !!
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-ખેડા:

ગુજરાતની નિષ્ફળ દારૂબંધીની સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ભારે ઠેકડીઓ ઉડતી રહે છે અને મેઈન સ્ટ્રીમ મીડિયામાં પણ દારૂબંધીની પોકળતા અંગે આકરાં રિપોર્ટ આવતાં રહે છે, તેમાં પણ જ્યારે જ્યારે નશાકારક પીણાંઓને કારણે મોતકાંડ સર્જાય છે ત્યારે ત્યારે પોલીસ અને રાજયના ગૃહવિભાગ પર રીતસર માછલાં ધોવાતાં રહે છે. આમ છતાં રાજયના નશાના કારોબારને ઉની આંચ આવતી નથી. બધું જ યથાવત્ ધમધમતું રહે છે. તાજેતરમાં ખેડા નડિયાદ પંથકનો મોતકાંડ ભારે ચર્ચાઓમાં છે. જેમાં એવું બહાર આવ્યું છે કે, મોતકાંડ પાછળ હેન્ડ સેનેટાઈઝર પણ હોય શકે  ! એક ઉદ્યોગપતિની ધરપકડ પણ થઈ છે.  

ખેડા પંથકમાં નશાકારક આયુર્વેદિક પીણાંઓ પિવાથી 7 ના મોત થયા એ પ્રકરણની તપાસ કહે છે: આ પીણાંઓમાં હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ થયો છે. જેમાં 50-60 ટકા જેટલું મિથેનોલ નામનું રસાયણ હોય છે. આ રસાયણના કારણે આ પીણું જિવલેણ પૂરવાર થયું. સામાન્ય રીતે આ પ્રકારના ગેરકાયદેસર નશાકારક કફ સિરપ બનાવવામાં ઈથેનોલનો ઉપયોગ થતો હોય છે. પરંતુ આ કેસમાં ઈથેનોલના બદલે મિથેનોલનો ઉપયોગ થયો. કોવિડ સમયે આ ઉદ્યોગપતિએ બનાવટી હેન્ડ સેનેટાઈઝર બજારમાં ઘૂસાડેલું જેનો સ્ટોક પડ્યો હતો, તે સ્ટોક આ પીણાંમાં ઉપયોગમાં લેવાયો  !! 

ત્રણ વર્ષ અગાઉ એક ઉદ્યોગપતિએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું લાયસન્સ મેળવી રસાયણનું ઉત્પાદન શરૂ કરેલું. જેનું ગોડાઉન ડભાણમાં છે. આ શખ્સ ખેડાના આ મોતકાંડમાં પણ આરોપી છે. તેણે જોખમી પીણું બનાવેલું. કોવિડ સમયે તેણે યોગી નામથી કાયદેસરનો ધંધો શરૂ કરેલો. આ શખ્સનું નામ યોગેશ સિંધી છે. જે ઝડપાઈ ગયો છે. લોકડાઉન સમયે તેણે ડુપ્લિકેટ હેન્ડ સેનેટાઈઝર બનાવેલું. 

ગત્ ઓગસ્ટમાં રાજકોટ પોલીસે વડોદરામાં એક દરોડો પાડી નિતીન કોટવાણી અને ભાવેશ સેવકાણીની ધરપકડ કરેલી પરંતુ આ દરોડામાં ગોડાઉનમાં પડેલો હેન્ડ સેનેટાઈઝરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો ન હતો. શંકા એ છે કે, આ ત્રણ શખ્સોએ આ સ્ટોક આ જિવલેણ પીણું બનાવવા ઉપયોગમાં લીધો છે.  

પોલીસે સિંધીના ગોડાઉનમાંથી 590 બોટલ કબજે લીધી, જે પૈકી મોટાભાગની ખાલી છે, તેમાં અગાઉ મિથેનોલ હતું. યોગેશ નામના આ શખ્સે આ જિવલેણ પીણું બનાવવા ખોરાકમાં ઉપયોગમાં લેવાતાં રંગ, એસેન્સ, સિન્થેટિક ફલેવર અને સાઈટ્રીક એસિડ તથા મિથેનોલ- આ પીણું બનાવવા ખરીદી રાખેલાં. 

અગાઉ પ્રવક્તા મંત્રી ૠષિકેશ પટેલએ એમ કહેલું કે, આ મોતકાંડનો છેડો રાજ્ય બહાર છે. પોલીસ કહે છે: સિંધીએ આ મિશ્રણ ખેડાના ગોડાઉનમાં તૈયાર કરેલું. જેમાં આલ્કોહોલનો ઉપયોગ પણ થયેલો. ખેડાની પોલીસે મુંબઈના એક ઉદ્યોગપતિની ધરપકડ કરી છે. એમ કહેવાય છે કે, તેણે ગેરકાયદેસર રીતે ઈથેનોલનું વેચાણ ગુજરાતના આ શખ્સને કર્યું હતું. આ ઉદ્યોગપતિનું નામ તૌફિક મુકાદમ શેખ છે. અદાલતે તેના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ખેડાના મોતકાંડમાં તેની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. 

આ મોતકાંડમાં બુધવારે સાતમું મોત થયું. આ મૃતક આ મોતકાંડના બે મુખ્ય આરોપીઓ કિશોર અને ઈશ્વર સોઢાનો પિતા પણ છે અને આ કાંડનો મુખ્ય સાક્ષી પણ હતો. 72 વર્ષના આ મૃતકનું નામ શંકર સોઢા. તેણે ગત્ 27મીએ આ મિથેનોલ મિશ્રિત પીણું પીધેલું. તેને અમદાવાદ સિવિલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલ જયાં તેનું મોત થયું. આ પીણું 55 લોકોએ પીધેલું એમ માનવામાં આવે છે ! અત્યાર સુધીમાં કુલ મોત 7 થયા છે. મૃતકનો પુત્ર કિશોર સોઢા સ્થાનિક BJPનો ખજાનચી છે અને આ મોતકાંડમાં મુખ્ય બે આરોપીઓ પૈકી એક છે. તેનો ભાઈ ઈશ્વર સોઢા બીજો મુખ્ય આરોપી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
મને માર મારવામાં આવ્યો:સગીર,  ના, અમારી પાસે CCTV ફૂટેજ: PI

જામનગરની જીજી હોસ્પિ.ના ઉચાપત આરોપીને ‘ચૂપચાપ’ જેલ સુધી પહોંચાડી દેવાયો !

June 27, 2025
જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®