mysamachar.in-જામનગર
ગુજરાત અને ગુજરાત બહાર પણ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતી સિંગર તરીકે ખ્યાતી પામેલા રાજલ બારોટ એ આજે mysamachar.in ની શુભેચ્છા મુલાકાત લીધી,રાજલ બારોટ ને લોકો માત્ર એક ગાયિકા તરીકે જ ઓળખતા હશે પણ રાજલ બારોટને એક પ્રસિદ્ધ ગાયિકા બનવા માટે જિંદગીના અઘરા પગથિયાઓ પરથી પસાર થવું પડ્યું છે તે તમામ વાત પેહલીવાર જ તેમણે mysamachar.in ને આપેલા ઇન્ટરવ્યુમાં કરી છે,રાજલ બારોટ નું ઇન્ટરવ્યું સાંભળવા ઉપરના વિડીયો પર ક્લીક કરો,
આગામી નવરાત્રીમાં જાણીતા એવા વાયપીસી દ્વારા જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલ ટીજીબી(ઘ ગ્રાન્ડ ભગવતી)ખાતે નવ દિવસ ના આદ્યશક્તિ નવરાત્રી ૨૦૧૮ નું આયોજન કરવામાં આવી રહ્યું છે,જેમાં પ્રસિદ્ધ સિંગર રાજલ બારોટ નવે નવે દિવસ ઉપસ્થિત રહીને ખેલેયાઓ ને મનમુકીને ડોલાવશે,
આજે આદ્યશક્તિ નવરાત્રીના આયોજકો સંજય ચેતરિયા,વલ્લભ ડેર અને ગીરીશ ગોજીયા રાજલ બારોટ સાથે mysamachar.inની મુલાકાતે આવ્યા હતા,તેવોની સાથે જાણીતા રૂદ્ર દાંડિયા એકેડમીના નિરવ અગ્રાવત પણ ઉપસ્થિત રહ્યા હતા,
રાજલ બારોટ એ mysamachar.in ના મેનેજિંગ એડિટર દર્શન ઠક્કર અને ન્યુઝ એડિટર રવિ બુદ્ધદેવ અને સમગ્ર ટીમને જામનગર થી શરૂ થયેલ અને ગુજરાતભરના સમાચારો સાંકળી લેતા ન્યુઝ પોર્ટલ ને શરુ કરવા બદલ શુભકામનાઓ પાઠવી હતી.























































