Mysamachar.in-ગાંધીનગર
ઓનલાઇન શિક્ષણ બંધ થતા વાલીઓમાં અવઢવ વચ્ચે જેને ફી ભરી દીધી છે તે વાલીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે . ઓનલાઇન શિક્ષણ બંધ થતાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જશે. ઓનલાઇન શિક્ષણ બંધ કરતી શાળાઓએ સામે સરકાર પગલા લે તેવી માંગણી વાલીઓમાંથી ઉઠી હતી જેના બદલામાં સરકારે આજે જવાબ રજૂ કર્યો હતો. ઓનલાઈન શિક્ષણ બંધ કર્યાના 24 કલાકમાં સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે મોટું નિવેદન આપ્યું હતુ.
ખાનગી શાળાઓના બદલે રાજ્ય સરકાર આપશે ઓનલાઈન શિક્ષણ આપશે તેવી જાહેરાત કરી હતી. હાલ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ ચાલુ જ છે ત્યારે હવે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ અને અંગ્રેજી શાળાના વિદ્યાર્થીઓને પણ શિક્ષણ આપવામાં આવશે. લોકડાઉનથી અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ માટે સરકાર સક્રિય છે. વંદે ગુજરાત, બાયસેક, ડી. ડી . ગીરનાર, યુ ટુબ પર ઓન લાઈન શિક્ષણની વ્યવસ્થા કાર્યરત છે જ. 3 થી 12ના વિદ્યાર્થીઓ સહિત JEET ,નીટ અને ગુજકેટના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણની સુવિધા ઉપલબ્ધ છે. અન્ય વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન શિક્ષણનો લાભ લઈ રહ્યા છે.