mysamachar.in-દેવભૂમિદ્વારકા
કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય માં પણ મોટા પાયે ક્ષતિઓ હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે જામનગર જીલ્લામાથી જુદા પડેલા દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કલ્યાણપુર ખાતે ફાળવવામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલય માં ગત વર્ષ ૮૦ સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો જયારે આ વર્ષ માત્ર ૪૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતા ભારે દેકારો બોલી ગયો છે,
ખાસ કરીને હોશિયાર વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય માં પ્રવેશ પામતા પહેલા જ વંચિત રહી જતાં ભારે દુઃખની લાગણી અનુભવી રહ્યા છે જેમાં એક દીકરીને શિક્ષણ મેળવવું હતું પરંતુ અન્યાય થતાં ભારે વ્યથા સાથે યુટ્યુબ પર વીડીયો વાઇરલ થયો છે જે હચમચાવી નાખે તેવો છે,
વધુમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર ખાતે શરૂ થયેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ગત વર્ષે ૮૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપાયો હતો પરંતુ સુવિધા ન હોવાનું કારણ આગળ ધરીને આ વર્ષે માત્ર ૪૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે,
અત્રે ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે ૨૩૦૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાથી માત્ર ૪૦ વિદ્યાર્થીઓને લેવામાં આવ્યા છે બીજા પાસ થયેલ વિદ્યાર્થીઓનું શું થયું તે હજૂ સુધી કોઈ માહિતી મળી શક્તી નથી,
કેન્દ્ર સરકાર દ્વારા નવા જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય કેન્દ્રો ફાળવીને ૮૦ સીટ રાખવામા આવી છે પરંતુ સુવિધાના અભાવે માત્ર ૪૦ વિદ્યાર્થીઓને લેવાના કિસ્સા દ્વારકા ઉપરાંત જુનાગઢ,સાબરકાઠા,જીલ્લામાં પણ આવી જ સ્થિતિ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
જવાહર નવોદય વિદ્યાલય ના પ્રિન્સિપાલે આવું કહ્યું…
આ બાબતે અલીયાબાડા જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલ આર.કે.બોરોલેએ જણાવ્યુ હતું કે, કોઈપણ જગ્યાએ જવાહર નવોદય વિદ્યાલય નું નવું કેન્દ્ર શરૂ થાય ત્યાં 40 ની મર્યાદાની વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિયમ છે,અને ગત વર્ષ કલ્યાણપુર કેન્દ્રમાં સંકલનના અભાવે ૮૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો,તે વાત ખરી હોવાનો સ્વીકાર પણ તેણે સ્વીકાર કરતાં કહ્યું કે કેન્દ્ર સરકાર નવા કેન્દ્ર ની મંજૂરી આપ્યા બાદ રાજ્ય સરકારને 30 એકરમાં જમીન ફાળવવાની જવાબદારી હોય છે તેની કાર્યવાહી ચાલુ છે, પૂરતી સુવિધાના અભાવે નિયમ મુજબ હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા આવેલું જવાહર નવોદય વિદ્યાલય માં 40 વિદ્યાર્થીઓને જ એડમીશન અપાય છે.