Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
આજના યુવાઓને સરકારી નોકરી પ્રત્યે ખુબ લગાવ છે અને તે સારી બાબત છે આજના યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થવા અથાગ પરિશ્રમ કરતા હોય છે, પણ ક્યારેક કોઈને સફળતા તો કોઈને નિષ્ફળતા મળતી હોય છે, એવામાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતાથી કંટાળીને એક યુવતીએ જિંદગીનો અંત આણી લીધાની ઘટના પોલીસ મથકે જાહેર થઇ છે,
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના ભરતપુર ગામે રહેતા પરબતભાઈ અરજણભાઈ આંબલીયાની 26 વર્ષની પુત્રી નહલાબેન છેલ્લા ત્રણેક વર્ષથી ઘર બેઠા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી હતી. પરંતુ આ પરીક્ષાઓમાં તેણીને સફળતા ન મળતા અને તેણીને નોકરી ન મળતા આખરે તેણીએ કંટાળીને પોતાના હાથે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેણીને ગંભીર હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું, આ બનાવની જાણ મૃતકના પિતા પરબતભાઈ આંબલીયાએ ભાણવડ પોલીસને કરી છે.