mysamachar.in-જામનગર
મહાનગરપાલિકામા આજે મળેલ સ્ટેન્ડીંગ કમીટી બહાર મનપાના વિપક્ષીસભ્યો એ તડાપીટ બોલાવી અને સ્ટેન્ડીંગકમીટી બહાર સૂત્રોચારો કરી અને સ્ટેન્ડીંગકમીટી નો ઘેરાવ કર્યો હતો,વિપક્ષએ સ્ટેન્ડીંગકમીટી ચેરમેન ને સંબોધી ને આપેલ આવેદનપત્રમા શહેરની એલઈડી લાઈટો અને રોગચાળા મુદ્દે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે,
મનપાના વિપક્ષ નો આક્ષેપ છે કે જામનગર શહેરમા છેલ્લા ૮ માસ જેટલા સમયથી મોટાભાગના વિસ્તારોમાં એલઈડી લાઈટો બંધ થઇ ચુકી છે આજના દિવસે પણ મનપામાં ૧૦૦૦ કરતાં પણ વધારે ઓનલાઈન ફરિયાદો પેન્ડીંગ છે,અને આવી ફરિયાદોના નિકાલ વગર ફરિયાદ નો નિકાલ થયાના મેસેજ શહેરીજનો ને કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે,જે ખાનગી કંપનીને એલઈડી લાઈટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે કંપનીએ કામ બંધ કરી દેવા છતાં પણ તેની સામે પગલા ના લેવાય તેમાં કોનું હિત સચવાયેલું છે તેવો વેધક સવાલ પણ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે,
તો અન્ય રજુઆતમાં જામનગર શહેર મા વધી રહેલા રોગચાળા પાછળ આરોગ્ય અને સફાઈ વિભાગની થવી જોઈતી કાર્યવાહી જવાબદાર હોવાના આક્ષેપ સાથે શહેર ના ૧૬ જેટલા આરોગ્ય્કેન્દ્રો માંથી એક પણ મા જરૂરી સ્ટાફ કે સુવિધા ના હોવાસાથે દવાઓનો પણ પુરતો સ્ટોક ના હોવાનું પણ આવેદનપત્રમા જણાવાયું છે,તો શહેરમા જીવતો અને મચ્છરના અસહ્ય ત્રાસ વચ્ચે માત્ર ને માત્ર એક જ ફોગીંગ મશીન હોવાનો આક્ષેપ પણ કરાયો છે,
શહેરમા વધી રહેલ ગંદકી તથા રોગચાળા અને લાઈટ ના પ્રશ્નો તાત્કાલિક ધોરણે ઉકેલ કરી અને યોગ્ય થવા મનપાના વિપક્ષ દ્વારા માંગ કરાઈ છે.આ કાર્યક્રમમાં વિપક્ષનેતા અલ્તાફ ખફી,ગીરીશ અમેથીયા,દિગુભા જાડેજા સહિતના કોર્પોરેટરો અને કોંગી કાર્યકરો જોડાયા હતા.
શું કહે છે સ્ટે.ચેરમેન સુભાષ જોશી
વિરોધપક્ષ દ્વારા આજે કરવામાં આવેલ વિરોધ અંગે જયારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે વિપક્ષના આક્ષેપો મા તથ્ય નથી,આઠ માસથી લાઈટો બંધ હોવાની વાત સદંતર ખોટી છે ચોમાસા ને કારણે થોડો પ્રશ્ન થયો હતો હવે માત્ર ૩૫૦ જેટલી લાઈટો બંધ છે તેની કામગીરી હાલે ચાલુ છે,ઉપરાંત ફોગીંગ મશીન પણ મનપા પાસે ચાર થી વધુ છે એક ફોગીંગ મશીન હોવાની વિપક્ષની વાત ખોટી છે અને આરોગ્ય ની અને સફાઈની ટીમ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહ્યાંનું સુભાષ જોશી એ અંતે જણાવ્યું હતું.