Mysamachar.in-જામનગર:
સમગ્ર વિશ્વમાં જામનગરની ઓળખાણ બ્રાસ ઈન્ડસ્ટ્રીના હબ તરીકે છે. આ બ્રાસ ઈન્ડસ્ટ્રીને નવી ટેકનોલોજીથી પરિચિત કરવા માટે જામનગર જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા આજથી ચાર દિવસીય વિશાળ ટેક-ફેસ્ટ નું આયોજન કરવામાં આવે છે. આ ટેક ફેસ્ટનું ઓપનિંગ સંત મહંત અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યો. આ ટેક ફેસ્ટમાં દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો ભાગ લેવા જામનગર આવશે. કાર્યક્રમનો પ્રારંભ જામનગર ધારાસભ્ય આર.સી.ફળદુ દ્વારા કરવામાં આવ્યું, આ ટેક ફેસ્ટમાં 300 થી વધુ સ્ટોલ સાથે જામનગરના ઔધોગિક વિકાસમાં સહભાગી થશે.
5 લાખ સ્કેવર ફૂટમાં 300 થી વધુ ઉધોગ સાહસિકો આ એકઝીબિશનમાં જોડાશે, દેશ-વિદેશમાંથી અનેક ઉધોગ સાહસિકોને આમંત્રિત કરવામાં આવેલ છે. ત્યારે જી.આઈ.ડી.સી. ફેસ-2/3 પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન ટીમ સતત આ એકઝીબીટરોને સારામાં સારી સગવડ મળે અને જામનગરના ઉધોગોનો વિકાસ થાય તેમ કામો કરી રહી છે.”જામનગર ટેક-ફેસ્ટ” જામનગરમાં યોજાઈ રહયો છે ત્યારે આ ઔધોગિક એકઝીબિશનમાં જામનગર ઉપરાંત દેશના અનેક શહેરોમાંથી 2.5 લાખથી વધુ નાના-મોટા ઉદ્યોગકારો તેમજ આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો મુલાકાત લેશે તેમ એસોસીએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયાએ જણાવેલ દર બે વર્ષે થતાં આ ઔધોગિક એકઝીબીશન ઉપરોકત વિકાસ કરી રહ્યું છે ત્યારે જામનગરના બ્રાસ ઉધોગનું પણ અધતન મશીનરી સાથે આધુનિકરણ થઈ રહયું છે અને વધારે વિકાસ સાથે તે હેતુથી આ જામનગર ટેક-ફેસ્ટ-2022 નું આયોજન કરવામાં આવેલ છે વધુને વધુ લોકો આનો લાભ લે તેવું દિનેશભાઈ ડાંગરીયાએ જણાવેલ છે.