Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં સામાન્ય રીતે એવરેજ શિયાળામાં ઠંડીનું મોજું એટલે કે કોલ્ડ વેવ એટલે કે શીતલહેર, સામાન્ય સંજોગોમાં 4-5 દિવસ રહે છે. આ દિવસોમાં કાતિલ ઠંડીનો અહેસાસ થતાં લોકોના હાડ એટલે કે હાડકાં જકડાઈ જતાં હોય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે આ શીતલહેર ડબલ હશે.
હવામાન વિભાગ કહે છે: વર્તમાન ડિસેમ્બર માસ ઉપરાંત જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ લોકોને ઠંડીનો અનુભવ થશે. આ વખતે કોલ્ડ વેવ 8-10 દિવસ સુધી લોકોના હાજા ગગડાવી દેશે. હાલમાં હજુ લઘુતમ તાપમાનમાં મોટો ઘટાડો આવ્યો નથી, હજુ તો માત્ર હવા સૂકી થતાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી સમયમાં લઘુતમ તાપમાન પણ ઘટી જશે, વધુ ઠંડીનો અનુભવ થશે.





