Mysamachar.in-જામનગર:
ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપએ તોડજોડની નીતિ અપનાવી ગુજરાત સહિત જામનગર જીલ્લામાં બે ધારાસભ્યોને ભાજપમાં ખેંચી લાવવામાં સફળતા મળી હતી,જેમાં રાઘવજી પટેલનો પણ સમાવેશ થયો હતો અને ભાજપ માનતું હતું કે રાઘવજી પટેલના આવવાથી જીલ્લા અને તાલુકા પંચાયત ભાંગશે અને જબરો ફાયદો થશે પરંતુ ધાર્યું એવું થયું નહીં,
માત્ર ધ્રોલ તાલુકા પંચાયતમાં પરીવર્તન થયું બાકી સફળતા મળી નહીં અને રાઘવજી પટેલથી જોઈએ તેવો ફાયદો ભાજપને થયો હોય તેવું લાગતું નથી,ઉલ્ટાનું ભાજપમાં જ આંતરિક ડખ્ખા વચ્ચે હાલ કોંગ્રેસને શાંતિનો અનુભવ થાય છે.
તેવામાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા રાઘવજી પટેલને પાટીદાર ફેક્ટર તો નડી ગયું ઉપરાંત ભાજપના એક જુથ દ્વારા રાઘવજી પટેલની સામે પડીને વિરોધમાં કામ કર્યું હોવાના આક્ષેપો થતાં ગાંધીનગર પ્રદેશની નેતાગીરી સુધી પક્ષ વિરોધી પ્રવૃતિની નામજોગ ફરિયાદ કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
વધુમાં રાઘવજી પટેલ ભાજપમાં આવતા પહેલા તેની પાસે યાર્ડ તો હતું અને જીલ્લા સહકારી બેંકમાં રાઘવજીએ પગ રાખ્યો હતો.તેમાં છેલ્લે શું ભાજપને ફાયદો થયો તે સૌ જાણે છે.
હાલમાં જામનગર હાપા યાર્ડની ચૂંટણીમાં ફરીથી લડવાની રાઘવજી પટેલએ અગાઉથી જ જાહેરાત કરી દીધી હતી,સામે જીલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલનું જુથ પણ પાછું હટે તેમ ન હોય હાપા યાર્ડમાં ઝંપલાવીને ભાજપ વચ્ચે ચૂંટણી જંગ જામશે,ત્યારે રાજકીય વાતાવરણ દિવસેને દિવસે તેજ બનતું જાય છે,
ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે,હાપા યાર્ડની ચુંટણીમાં આ વખતે ભાજપના જ બે નેતા વચ્ચેની લડાઈ રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાની સાબિત ન થાય તે જોવાનું રહ્યું,
બીજી તરફ આ લડાઈના કારણે આગામી લોકસભાની ચૂંટણી પર પણ પડવાના સંકેતો રાજકીય નિષ્ણાંતો માની રહ્યા હતા અને આ તમામ સમીકરણોના કારણે હાલ ભાજપનું પ્રદેશ મૌવડી મંડળ ચિંતિત હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.ત્યારે હાપા યાર્ડની ચૂંટણીના કેવા પડઘા ભાજપમાં અંદરો અંદરો પડે છે તે આગામી દિવસોમાં જ ખબર પડશે ત્યારે હાલ કોંગ્રેસ આ તમાશો નિરાતે બેસીને જોઈ રહી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.