my samachar.in:જામનગર
સંઘર્ષ કરતા સમાધાન માં માનનારી અને નિરુપદ્રવી કોમ તરીકેની છાપ ધરાવતા પારસી સમાજ ના લોકો માટે આજે નવરોઝ એટલે કે પારસીઓનું નવું વર્ષ છે અને જામનગર માં પારસીઓની ૧૧ લોકોની વસ્તીહોય,વાડિયા,દારૂવાલા,ઈરાની અને પાત્રાવાલા પરિવાર દ્વારા ટાઉનહોલ પાસે આવેલ અગિયારીમાં અગ્નિની પૂજા કરીને જામનગરના પારસીઓએ નવરોઝ મનાવ્યો હતો
ગુજરાતમાં હાલ પારસીની વસ્તી બહુજ ઓછી છે જેમાં અમદાવાદમાં ૭૦૦ ની વસ્તી,સુરત,નવસારી,વડોદરા વગેરે જગ્યા એ એક બે પરિવારો વસવાટ કરે છે જયારે જામનગર રાજાશાહી વખતમાં શેઠ ટેહમુલજી મિર્ઝા વેપાર કરવા આવેલા અને તેમણે મિર્ઝા દહેમહેર ની સ્થાપના કરી (ધાર્મિક સ્થળ) ની અને જામનગર માં પારસી મહોલ્લો પણ હતો જામનગર રાજાશાહી વખતમાં પારસી વેપારીઓનું ઘણું મોટું યોગદાન હતું એટલેજ જામનગરમાં પારસીઓનો વસવાટ હતો જામનગર સિવાય હાલ પોરબંદરમાં 8 પરિવાર,રાજકોટમાં 3 પરિવાર સહીત સૌરાષ્ટ્રમાં માત્ર ૧૦થી ૧૨ પારસી પરિવારો વસવાટ કરે છે,
ઈરાનથી ૧૩૫૦ વર્ષ પહેલા ભારત અગ્નિ સાથે પારસી આવ્યા હોવાથી આ કોમ માં અગ્નિ નું ઘણું મહત્વ છે અને ગુજરાતમાં માત્ર જામનગરમાં પારસીઓનું ધાર્મિક સ્થાન પારસી અગિયારી એકટીવ હોય,અહીંયા સતત અગ્નિ પ્રજ્વલિત રહે છે અને આ અગિયારીમાં પારસી સિવાય કોઈને પ્રવેશ અપાતો નથી
એક વિગત મુજબ દુનિયામાં પારસી સમુદાયની અંદાજે ૧ લાખ ની જ વસ્તી રહી છે અને પારસી કોમ ની વસ્તી માં ઘટાડો થતો જાય છે ત્યારે આ સમુદાય ના ચોક્કસ કારણો,માન્યતા સહિત પારસી કોમ માં જ્યાં સુધી પુત્ર ધંધે ચડે નહિ અને રોજગારી ન મળે ત્યાં સુધી લગ્ન કરવામાં આવતાં નથી આમ પારસી સમુદાય ને ભારત સાથેનો રોચક ઇતિહાસ છે આ કોમ કોઈને નડતી નથી અને ઈરાન માં પણ હાલ પારસી કોમની વસ્તી છે આજે પારસીઓના નવા વર્ષ નવરોઝ નિમિતે હાર્દિક શુભેચ્છા.