Mysamachar.in-અમદાવાદ:
રાહદારી મહિલાના હાથમાંથી પર્સ-બેગ લૂંટીને ફરાર થઈ જતા લુટારુઓ વિશે અમદાવાદ પોલીસને મળેલ મહીતને આધારે અનિલ ઉર્ફે અન્ના રાઈડર અમરત રાઠોડ, આર્યન ઉર્ફે અમન હાર્દિક ગુડ્ડુસિંગ ચૌહાણ, અને કલ્પેશ ઉર્ફે કાલુ ઘેનમલને ચોરી કરેલા બાઇક સાથે ઝડપી પાડ્યા હતા.ત્રણેયે પોલીસ પૂછપરછમાં તેમણે અમદાવાદ, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાંથી 3 માસમાં 10 બાઇકોની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. એટલું જ નહીં ચોરી કરેલા બાઇકની મદદથી રાહદારી મહિલાના હાથમાંથી પર્સ-બેગ લૂંટીને ભાગી જતા હતા. જોકે એક બાઈક પર લૂંટની 1-2 ઘટનાને અંજામ આપ્યા બાદ તે બાઈક રાજસ્થાનના કોઈ અંતરિયાળ ગામડામાં બિનવારસી હાલતમાં મૂકી આવતા હતા.પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખીને રાજસ્થાનના અંતરિયાળ ગામોમાં બિનવારસી હાલતમાં મૂકેલા 10 બાઈકો કબજે કર્યાં હતાં. જ્યારે ત્રણેયે ચોરી કરેલા બાઈકથી બેગ-પર્સ લૂંટના 2 ડઝન ગુના આચર્યા હોવાનું કબૂલ્યું હતું.