Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ગત તા. 10/4/2020 ના રોજ આ બનેલ આ બનાવના ફરીયાદી વકીલ હરીશભાઈ તેજાભાઈ મકવાણા રે. જામનગરવાળા ગત તારીખે ભાટીયા મુકામે તેના કાકા કે જે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ઘરાવતા હોય ત્યાં બીપીએલ કાર્ડ ઘારકોને રાસન આપવાના તથા ગરીબ લોકોને ખાતામા સરકાર દ્વારા જે યોજના 500/-જમા કરાવવાના ઓનલાઈન કામગીરીમાં કરતા હોય અને આ અંગેનો તેઓ મામલતદાર કલ્યાણપુરનો લોકડાઉનમા કામગીરી કરવાનો મુકિત પાસ પણ ધરાવતા હતા.
તેમ છતા લોકડાઉનમાં પેટ્રોર્લીગમાં નીકળેલ પી.એસ.આઈ. ઝેડ એલ ઓડેદરા, રાઈટર વાઝાભાઈ હમીરભાઈ ઓડેદરા, કોન્સટેબલ હેભા ભીમસા વસરા સાંજના 5 વાગ્યે ફરીયાદી વકીલને કે જે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાને અગત્યના કામસર જતા હોય તેને રસ્તામાં રોકીને ફાઈબર સ્ટીકથી માર મારવા લાગંલ અને જાતી વિષે અપમાનિત શબ્દો બોલવા લાગેલ અને બળજબરી પુર્વક જીપમા બેસાડીને ભાટીયા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન લઈ ગયેલ અને ત્યા પણ ફરીયાદી વકીલને ઢાર માર મારેલ
ત્યારબાદ ત્યાંથી કલ્યાણપુર પોલાસ સ્ટેશને લઈ ગયેલ અને ત્યા પણ આ ત્રણેય જણાએ મળીને પટાથી બેરહમી પૂર્વક માર મારેલ.જે બાદ પોલીસ દવારા ફરજમા રુકાવટ, એપેડેમીક ડીઝીસ એકટ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને જાહેરનામાભંગની ખોટી ફરીયાદ દાખલ કરેલ ત્યારબાદ ફરીયાદી વકીલે તા. 11/4/20 ના રોજ ખંભાળીયા સીવીલ હોસ્પીટલમાં એમએલસી ન. 201/ર7 કરાવેલ અને વધુ સારવાર અથે જામનગર એડમીટ થયેલહતા.
ફરીયાદી વકીલ દવારા આ બનાવના જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે આઈપીસી અને એટ્રોસાટી એકટ મુજબનો ગુન્હો દાખલ કરવા લેખીત અરજી ખંભાળીય એસ. પીં. કચેરીને કરવામા આવેલ. તેમ છતા પોલીસ વિભાગ દ્વારા ગુન્હો દાખલ કરવામા આવેલ નહી જેથી ફરીયાદ વકીલે આ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તા. 22/5/2020 ના રોજ પીટીશન નં. 2351/2020થી દાખલ કરવામા આવેલ જેમા તા. 28/5/2020 ના નામદાર ગુજરાત હાઈકોર્ટના ઓરલ ઓર્ડર મુજબ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે ગુન્હો દાખલ કરવા હુકમ કરેલ અને જો ગુન્હો ના બનતો હોય તો દિવસ 15 મા ફરીયાદી વકીલને લેખીત કારણોની જાણ કરવાનો હુકમ કરેલ છે.