Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાની ભાણવડ નગરપાલિકામાં ચીફ ઓફીસર તરીકે ફરજ બજાવતા મયુર જોશી એ કલેકટર દેવભૂમિ દ્વારકાને પત્ર લખીને પોલીસપ્રોટેક્શન આપવા માટે માંગની કરી છે, આપેલી અરજી પર નજર કરવામાં આવે તો તા.૧૬ ડીસેમ્બર ૨૦૧૯ના રોજ ભાણવડ નગરપાલિકા ખાતે હાજર થયેલા આ અધિકારીને પ્રમુખના પતિ હિતેશ સાગઠીયાએ ફોન કરીને તેઓં નઈમ શેખ સલાયા નગરપાલિકાના ચીફ ઓફીસરનો ચાર્જ ચાલુ રાખવા માંગતા હોય મયુર જોશીને ભાણવડ ખાતે હાજર ના થવા પણ જણાવેલ હતું, તો નઈમ શેખે પણ તેવોને ભાણવડ ખાતે હાજર ના થવા માટે જણાવ્યું હતું,
વધુમાં ભાણવડમાં રોજમેળ, ગ્રાન્ટ રજીસ્ટર સહિતના પણ યોગ્ય રીતે નિભાવેલ ના હોવાનું સામે આવે છે, આ સિવાય પણ અન્ય અનિયમિતતાઓ સામે આવી રહી હોવાનો ઉલ્લેખ કરવમાં આવ્યો છે, પ્રમુખના પતિ એવા તો માથાભારે છે કે તેવોએ તાજેતરમાં જ ચીફ ઓફીસર મયુર જોશીને ફોન કરીને નગરપાલિકાના કામોની ચકાસણીમાં ઊંડું ના ઉતારવા પણ જણાવેલ છે, સનસનીખેજ આક્ષેપ કરતા ચીફ ઓફિસરે પત્રમાં લખ્યું છે કે નપા ના પ્રમુખ જ્યોત્સનાબેન અને તેના પતિ હિતેશ સાગઠીયા કોન્ટ્રાકરો સાથે મિલાપીપનું કરી ને સરકારી નાણાની ઉચાપત કરી રહ્યાનું પ્રથમ દર્શનીય રીતે સામે આવે છે, ત્યારે ચીફ ઓફિસરે પોતાના પર હુમલો કે ખોટી ફરિયાદ થવાની સંભાવના વ્યક્ત કરીને તેવો પોતે પોતાની ફરજ નિભાવી શકે તે માટે પોલીસ પ્રોટેક્શન માંગતો પત્ર કલેકટર દેવભૂમિદ્વારકાને લખ્યો છે.