Mysamachar.in-જામનગર:
કચ્છ જીલ્લામાં તાજેતરમાંજ પિતાએ પોતાની પુત્રી પર નજર બગાડી હવસનો શિકાર બનાવ્યાની ઘટના તાજી છે,ત્યારે પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને લાંછન લગાડતો શરમજનક બનાવ જામનગર જીલ્લામાં સામે આવતા નરાધમ પિતા સામે ચોતરફથી ફિટકારની લાગણી વરસી રહી છે,
આ સમગ્ર બનાવની મળતી વિગત મુજબ લાલપુરમાં રહેતા અને ફ્રૂટનો ધંધો કરતા આધેડ તેની સગી પુત્રી પર છેલ્લા ૧૦ વર્ષથી દુષ્કર્મ આચરીને પોતાની હવસ સંતોષતો હોવાનું ભોગ બનનાર પુત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવતા હાહાકાર મચી જવા પામ્યો છે,
મૂળ માંગરોળના અને લાલપુર ખાતે વસવાટ કરવા આવેલા આધેડએ બે વાર લગ્ન કરીને બંને પત્નીઓને છૂટાછેડા આપી દીધા હતા અને ભોગ બનનાર યુવતી આધેડ પિતાની પ્રથમ પત્નીનું સંતાન હોય,પુત્રી ૧૦ વર્ષની હતી ત્યારથી નરાધમ પિતા પુત્રી કઈ સમજે તે પહેલા તેના પર વારંવાર દુષ્કર્મ આચરતો હતો અને પુત્રી યુવાન થતા તેના લગ્ન પણ કરી નાખવામાં આવ્યા હતા,પરંતુ પોતાની હવસનો વધુ શિકાર કરવા માટે પુત્રીના લગ્ન સંસારમાં ડખા કરાવીને લગ્નજીવન તોડાવી નાખી પોતાના ઘરે પરત લાવ્યો હતો,
છેલ્લા ૧૦ વર્ષથી પિતાની હવસનો શિકાર બનતી યુવતીએ અંતે કંટાળીને પિતા દ્વારા આચરવામાં આવતા અતિ શરમજનક પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને અપવિત્ર કરનાર નફ્ફટ પિતા સામે લાલપુર પોલીસમથકે પોતાના પર આચરવામાં આવેલ શારીરીક શોષણની ચોંકાવનારી ફરીયાદ નોંધાવી છે.આ બનાવ અંગે પોલીસે પણ ગંભીરતા લઈને આધેડને ઝડપી લેવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે,
સામાજિક અધ:પતનનો કિસ્સો બહાર આવતા લાલપુર સહિત સમગ્ર રાજયમાં હાહાકાર મચી જવા પામ્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.