Mysamachar.in-ગીર સોમનાથ:
નબળા વર્ષ વચ્ચે એકબાજુ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીમાં થઈ રહેલ ધાંધીયાથી ખેડૂતો પરેશાન છે,તો બીજી બાજુ ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં ઓપન બજારમાં તેમજ વેપારીઓને પોતાની મગફળી વેંચીને પૈસાની જરૂરિયાતને પહોંચી વળવા ખેડૂતોની ઉતાવળ સામે ઠગ વેપારીઓ દ્વારા ખેડૂતો સાથે છેતરપીંડી કરતા હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે,
ખેડૂતો સાથે થયેલ છેતરપીંડીના બનાવની વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ગામના ૨૫ થી ૩૦ ખેડૂતોએ માઠા વર્ષ વચ્ચે પૈસાની જરૂર હોય, ઉનાના વેપારીને પોતાની મગફળી વેંચી દીધી હતી અને વેપારીએ ગીર ગઢડાના ખેડૂતોને તારીખ વગરના ચેકો આપી હું કહું ત્યારે બેંકમાં વટાવજો તેવો વિશ્વાસ અને ભરોસો ખેડૂતોને આપીને તમામ મગફળી વેપારીએ ખરીદી લીધી હતી,
પરંતુ પાછળથી પોતાની મગફળી વેંચેલ છે તેનું પેમેન્ટ ન થતા ખેડૂતો છેતરપીંડીનો ભોગ બન્યા હોવાની ખબર પડતા ગીર ગઢડાના મામલતદારને આવેદનપત્ર આપીને આ મામલે રજૂઆત કરી છે,
ગીર સોમનાથ જીલ્લાના ઉનાના વેપારીએ ગીર ગઢડાના ખેડૂતો પાસે મગફળી ખરીદીને આશરે ૫૦ લાખનું બુચ માર્યુ હોવાનું સામે આવ્યું છે ત્યારે ખેડૂતો કફોડી સ્થિથીમાં મુકાયા છે,આ છેતરપીંડીના મામલે ગીર ગઢડાના ખેડૂતોએ રાજ્યના મુખ્યમંત્રી,કૃષિમંત્રી સહિત જીલ્લાના તંત્રને પણ વાકેફ કરીને નિરાકરણ લાવવાની માંગણી કરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો