mysamahar.in-દેવભૂમિદ્વારકા:
ગત પુરષોત્તમ માસ દરમિયાન દ્વારકાધીશ મંદિરમાં શરદોત્સવ ની ઉજવણીરાત્રીના સમયે કેટલાક ભાવિકો દ્વારા કરવામાં આવી હતી..અને તે ઉજવણી દરમિયાન કેટલાક ઉત્સાહી ભાવિકો દ્વારા નીતિનિયમો નો ઉલાળિયો કરી અને જગતમંદિરમાં જાણે કોઈ જ સુરક્ષાવ્યવસ્થા જ ના હોય તે રીતે રાસોત્સવ નું ફેસબુક પરથી લાઈવ પ્રસારણ પણ કર્યું હતું..અને આ બાબતે વિવિધ માધ્યમો માં અહેવાલો પ્રકાશિત થયા બાદ તંત્ર ની આ બાબતે વિવિધ માધ્યમો માં અહેવાલો પ્રકાશિત થયા બાદ તંત્ર ની ઊંઘ ઉડવા પામી હતી…અને મંદિરના વહીવટદાર દ્વારા આ મામલે તપાસ ના આદેશો આપવામાં આવ્યા હતા..
જે બાદ ગઈકાલે દ્વારકાધીશ જગતમંદિરમાં થી શરદોત્સવ ના ઉજવણી નું ફેસબુક પર વિડીયો લાઈવ કરનાર નલીનભાઈ કિશોરભાઈ ઠાકર વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુન્હો નોધી અને તપાસ હાથ ધરવામાં આવી છે..ત્યારે સૌથી મોટો સવાલ એ પણ થાય કે ના માત્ર આ એક જ વ્યક્તિ પણ અન્ય કેટલાક ભાવિકો દ્વારા પણ તે જ દિવસે ફેસબુકમાં થી લાઈવ વિડીયો અને ફોટોગ્રાફ્સ ફરતા કરવામાં આવ્યા હતા..ત્યારે માત્ર એક જ વ્યક્તિ સામે જાહેરનામાં ભંગ અંગેનો ગુન્હો નોંધાવો તે પણ શંકા ઉપજાવનારી બાબત ચોક્કસ થી છે..
અત્રે એ બાબત પણ ઉલ્લેખનીય છે કે સુરક્ષાની દ્રષ્ટિએ જગતમંદિર ખુબ જ મહત્વનું માનવામાં આવે છે…ત્યારે દ્વારકાધીશમંદિર પરિસરમાં ઇલેક્ટ્રોનીક ઉપકરણો તેમાં મોબાઈલ નો પણ સમાવેશ થાય તે લઇ જવા પર સદંતર પ્રતિબંધ હોવા છતાં પણ મોબાઈલનું તે દિવસ મંદિરમાં પહોચવું,વિડીયો અનેફોટાઓ ફરતા થવા આ તમામ બાબત સુરક્ષામાં કયાંક ને ક્યાંક છીંડા હોવાનું પણ સ્પષ્ટ કરે છે…