Mysamachar.in-જામનગર:
આજના ડીજીટલ યુગમાં જો તમને કોઈ મેઈલ કે વોટ્સઅપ મારફતે કોઈ સારા ધંધાની ઓફર આવે જેમાં ખુબ નફો હોય…તો તેનો સ્વીકાર કરતા પૂર્વે ચેતજો…કારણ કે તમે જેને ઓળખતા નથી તે વ્યક્તિ તમારી માહિતી મેળવી અને તેમને કોઈ રેફરન્સ વગર જ્યારેં આવી ઓફર કરે છે તો નક્કી તમે છેતરપિંડીનો ભોગ બનવાના આમંત્રણના સ્વીકાર તરફ આગળ વધી રહ્યા છો…આજે જામનગર સી ડીવીઝન પોલીસે જે ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે તે દરેકની આંખ ઉઘાડનારો છે.વાત એવી છે કે….
ગત 8/12/2021ના રોજ હરીશભાઇ જેઠાભાઇ પરમાર નામના યુવકે સીટી સી ડીવીઝન પોલીસ મથકે આવી જણાવેલ કે મેહુલનગરમાં રહેતા જતીન પાલાએ આજથી આશરે બે મહીના પહેલા હરીશને મળી તેને જણાવેલ કે મુબંઇમાં સારા પગાર સાથે આંગડીયા પેઢીમાં નોકરી કરવી હોય તો સંપર્ક કરશો જેથી ફરિયાદી હરીશ પરમારે તેનો સંપર્ક કરતા તેને જતીન પાલા તથા જામનગરનો બીજો વ્યક્તિ મોહીત પરમાર રૂબરૂ મળેલ અને તેની પાસેથી નોકરી માટે કંરટ અને સેવીંગ એકાઉન્ટ નવા ખાતા ખોલવા પડશે તેમ જણાવી તેના ડોક્યુમેન્ટ મેળવેલ જે આધારે જતીન પાલા અને મોહીત પરમારે પી.એલ,કન્સલટન્ટ નામની ખોટી પેઢી બનાવી અને તે પેઢીના નામના કરંટ અને સેવીંગ એકાઉન્ટ ખોલાવેલ જેમાં એકાદ મહીનામાંજ આશરે 40 લાખ જેટલા રૂપીયાની લેવડ દેવડ જણાઇ આવતા હરીશભાઇ પરમારને તેના ખાતાનુ દુર ઉપયોગ થતો હોવાની શંકા ગયેલ અને પોતાની સાથે છેતરપીંડી થયેલનુ જણાતા આ બાબતે સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ આ બન્ને ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.
જે બાદ પોલીસને આ કેસની ગંભીરતા સુજી આવી હતી અને ઊંડાણપૂર્વકની આ કેસમાં તપાસ કરતા અને તપાસમાં જતીન પાલા તથા મોહીત પરમારના રહેઠાણ ઉપરથી એક્સીસ બેન્ક, આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક, એચ.ડી.એફ.સી બેન્ક, યશ બેન્ક ના જુદી-જુદી વ્યક્તિઓના નામના એટીએમ,ડેબીટ કાર્ડ કુલ 30 તથા ચેક બુક કુલ 29 તથા પેઢીના રબર સ્ટેમ કુલ 2 તથા મોબાઇલ તથા કુલ સીમ કાર્ડ 6 મળી આવેલ જેમાં પોલીસને મોટા કૌભાંડની જાણ થતા આ બંન્ને આરોપીઓની સંધન પુછપરછ કરવામાં આવી અને આ તમામ બેન્ક ખાતાઓના ટ્રાન્સજેકશન હીસ્ટ્રી મેળવામાં આવેલ જે હિસ્ટ્રી જોતા પોલીસ પણ એક તબક્કે ચોંકી ઉઠી હતી.
આ તમામ બેંક ખાતાઓમાં છેલ્લા બે મહીનામાં જ કુલ 6 કરોડ 95 લાખ રૂપીયાનુ ટ્રાન્જેકશન જણાઇ આવેલ તેમજ હાલમાં આ ખાતાઓમાં 24 લાખ 8 હજાર રૂપીયા મળી આવેલ જે તમામ એકાઉન્ટ ફ્રીઝ કરેલ છે અને તમામ રૂપીયા આ બંન્ને ઇસમોએ ઉપાડી મુબંઇ ખાતે રહેતા નાઇજીરીયન વ્યક્તિ રાફેલ એડેડીઓ ઇન્કાને જામનગર તથા રાજકોટથી આંગડીયા પેઢી મારફતે મોકલી આપેલ છે, આ રૂપીયા નાઇજીરીયન ગેન્ગ દ્વારા દેશમાં અલગ અલગ જગ્યાએ કોઇપણ રીતે ચીટીંગ કરીને મોકલેલ છે જેમાં જામનગરના બંન્ને જતીન પાલા અને મોહીત પરમાર રીસીવર તરીકેની ભુમીકા ભજવેલ છે જે માહીતી મળતા…
એસ.પી દીપન ભદ્રન, એએસપી નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર કે.એલ.ગાધે દ્વારા પીએસઆઈ આર.ડી.ગોહીલની ટીમને મુબંઇ ખાતે રવાના કરેલ જેમાં સાઇબર ક્રાઇમ પોલીસની મદદથી મુબઇ મહારાષ્ટ્ર ખાતે રહેતા નાઇજીરીયન વ્યક્તિ રાફેલ એડેડીઓ ઇન્કાને ટેકનીકલ એનાલીસસના આધારે સ્થાનીક પોલીસની મદદથી પકડી પાડેલ છે અને આ સમગ્ર ગેરકાયદેશર નાણા વ્યવહાર નાઇજીરીયન ફ્રોડથી એકત્રીત કરેલનુ જણાઇ આવેલ છે આ નાણાકીય વ્યવહારોમાં કુલ 20 જેટલા દેશના અલગ અલગ રાજ્યોનોં લોકો ભોગ બન્યાનું સામે આવ્યું છે.