mysamachar.in-દેવભૂમિ દ્વારકા
પાટીદાર સમાજને અનામત આપવા અને ખેડૂતોનું સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ સાથે અને વિજય સંકલ્પ ના ભાગરૂપે ગઈકાલે મોટાદડવાથી દ્વારકા સુધી પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા વિજય સંકલ્પ યાત્રા નું આજે દ્વારકાધીશ જગતમંદીર ખાતે સમાપન થયું છે,
હાર્દિક પટેલ સાથે પાસના સંખ્યાબંધ કાર્યકરો અને આગેવાનો એ પણ દ્વારકાધીશ મંદિર ખાત્તે યાત્રાના સમાપનમા જોડાયા હતા,મંદિરમાં થી દર્શન કર્યા બાદ મીડિયાને સંબોધતી વેળાએ હાર્દિક પટેલ એ હુંકાર કરતાં જણાવ્યું કે અમદાવાદમા આગામી ૨૫ ઓગસ્ટના રોજ જે કાર્યક્રમ યોજવાનો છે તે યોજાઈ ને જ રેહશે કોઈના બાપની તાકાત હોય તો કાર્યક્રમ રોકી બતાવે,તેવી વાત સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે જો કાર્યક્રમ માટે જગ્યાની મંજૂરી તંત્ર દ્વારા આપવામાં નહિ આવે તો ગાડી પર બેસીને ઉપવાસ કરીશું પણ કાર્યક્રમ થઇ ને જ રહેશે તેવો પડકાર પણ હાર્દિક એ સરકાર ને ફેંક્યો છે,
સાથે જ રાજ્યમાં ચાલી રહેલ પાટીદાર અનામત આંદોલન મા સમાજ ને આગળ આવવા અને સાથ સહયોગ આપવા પણ હાર્દિક એ દ્વારકા થી હાંકલ કરી હતી.