Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
એક જ પરીવારના પુરુષો તથા સ્ત્રીઓ સાથે મળી એકબીજાની મદદગારી કરી ભીડભાડ વાળી જગ્યા પસંદ કરી ત્યા હાજર વયોવૃધ્ધ, ફીઝીકલ હેન્ડીકેપ વ્યકતીઓને ટાર્ગેટ બનાવી, તેની પાછળ રેકી કર્યા બાદ ભીડ તથા ધક્કા મુક્કીનો લાભ લઇ, નઝર ચુકવી પોકેટ તથા રોકડ રૂપીયાની ચોરી કરી ગુન્હો કરતા અને બાદમાં તમામ સભ્યો સરખા ભાગ પાડી, અલગ અલગ બેંક એકાઉન્ટમાં કેશ ડિપોઝીટ મશીન (એ.ટી.એમ.) મારફતે નાણા જમા કરી લેતા જેથી પોલીસ દ્વારા તેઓને પકડી પાડવામાં આવે તો પણ રૂપીયા ન મળે શકે આવો શાતીર દિમાગ ધરાવતી એક ટોળકીને દ્વારકા એલસીબી ટીમે ઝડપી પાડી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જન્માષ્ટમી તહેવાર નીમીતે દ્વારકાધીશ મંદીરમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે પધારતા હોય છે, માટે ચોરીના બનાવો બનતા અટકાવી તેના વીરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા નવનિયુક્ત અને આગવી કોઠાસૂઝ ધરાવતા પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહીલ અને ટીમને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ.જે અનુસંધાને એલ.સી.બી. દ્વારા દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી.તથા એલ.સી.બી. સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી દ્વારકાધીશ મંદીર તથા આજુબાજુમાં તમામ શંકાસ્પદ જગ્યાઓ, હોટલો, ગેસ્ટ હાઉસ, શંકાસ્પદ હીલચાલ ધરાવતા ઇસમોના ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જે અન્વયે એસ.ઓ.જી તથા એલ.સી.બી.ની ટીમો સતત પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન..
સંયુક્તમાં ખાનગીરાહે વિશ્વાસુ બાતમીદારો મારફતે બાતમી હકીકત મળેલ કે આંધ્ર પ્રદેશ રાજ્યની ચોર ટોળકી અને આ ટોળકીના મોબાઇલ નંબર મળેલ હતા જે હકીકત આધારે ફિઝીકલ તેમજ ટેક્નીકલ સર્વેલન્સ કરી ઉપરોક્ત હકીકત મુજબના શંકાસ્પદ ઇસમોની હીલચાલ આજરોજ દ્વારકા બસ સ્ટેશન પાસે હોવાનુ જણાઇ આવેલ જેથી એસ.ઓ.જી.સ્ટાફની અલગ-અલગ ટીમો તથા દ્વારકા પોલીસ સ્ટેશનના મહીલા પોલીસ કર્મચારી સાથે રાખી તપાસ કરતા અન્ય રાજ્યના છ પુરૂષ તથા બે મહીલાઓ ટોળુવળી બેસેલ હતા જેઓ તમીલ/તેલુગુ જેવી ભાષામાં વાત કરતા હોય જેથી તુરત જ ટોળકીને કોર્ડન કરી તપાસ કરતા કુલ કિ.રૂ.1,58,000 ની ચલણી નોટો, મોબાઇલ ફોન નંગ-8 કુલ કિ.રૂ.39000 તેમજ અલગ અલગ બેંકના એ.ટી.એમ. કાર્ડ / ક્રેડીટ કાર્ડ નંગ- 10 મળી આવેલ આમ, કુલ 197000નો મુદ્દામાલ મળી આવેલ જે મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી યુક્તી-પ્રયુક્તીથી ઇન્ટ્રોગેશન ટેક્નીકલ વિગતો તેમજ બેંકની વિગતોની ઝીણવટભરી રીતે તપાસ કરતા આરોપીઓ ભાંગી પડેલ અને એકબીજાની મદદગારી કરી દ્વારકામાં અલગ અલગ તારીખે પોકેટ ચોરી તથા રોકડ રકમની ચોરીઓ કરેલ હોવાનુ અને ચોરી કરેલ રૂપીયા કેશ ડિપોઝીટ (એ.ટી.એમ.) મશીનના ઉપયોગથી પોતાના અલગ-અલગ ખાતામાં જો કરાવ્યા અંગેની કબુલાતો આપેલ છે,
ઝડપાયેલ ટોળકીના સભ્યોના ગુન્હાની વિગતો જાણવા ICJS પોર્ટલ મારફતે તમામ રાજ્યોના ક્રાઇમ ડેટાબેઝ માં તપાસ કરતા ઉપરોક્ત ટોળકીના સભ્યો વિરૂધ્ધમાં અલગ અલગ રાજ્ય (ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા ફરવા લાયક સ્થળો)માં આશરે ૦૬ જેટલા ચોરીના ગુન્હા નોંધાયેલ હોવાની વીગતો જાણવા મળેલ છે આરોપીઓએ દ્વારકાધીશ મંદિર નજીકથી અલગ અલગ સમયે મળી કુલ ચાર લાખ અડસઠ હજારની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે. તેમજ ચોરી કરી મેળવેલ રૂપીયામાથી આશરે ત્રણ લાખ રૂપીયા બેંકમાં જમા કરાવ્યા અંગેની પણ કબુલાત આપેલ છે, જેથી વધુ પુછપરછ અર્થે તમામ ઇસમો તથા મહીલાઓને તેઓના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ સાથે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓ :
-સાઇ ગોપી ક્રિષ્ના ચેડાલા ધંધો જુના કપડાનો વેપાર પ્રકાશનગર, ક્રિષ્નાગર, ટાડેપલ્લી, જી. ગુંટુર રાજ્ય આંધ્રપ્રદેશ
-રામારાવ વેકટેસ્વરલુ ચીઠ્ઠીમલ્લા ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. પ્રકાશનગર,ડોલાસનગર, ક્રિષ્નાગર, તા. ટાડેપલ્લી જી. ગુંટુર રાજ્ય આંધ્રપ્રદેશ
-ભરત ચીટીબાબુ ચૌત્તુકા ધંધો. ડ્રાઇવર રહે ટાડેપલ્લી, રેલ્વે ક્વાટર્સ સામે, જી. ગ્રેટર રાજ્ય આંધ્રપ્રદેશ
-ક્રિષ્ના વેંકટેસ્વરલુ ચેડાલા ધંધો જુના કપડાનો વેપાર પીટ્ટાબીરામાલુ કોલોની,
સીતાનગરમ, ટાડેપલ્લી, જી. ગુંટુર રાજ્ય આંધ્રપ્રદેશ
-ચીટીબાબુ વેંકટેશ્વરાવ થોત્તુકા ધધો. રસોઇ રહે, ટાર્ડપલ્લી, રેલ્વે ક્વાટર્સ સામે, જી,ગુંટુર રાજ્ય આંધ્રપ્રદેશ
સાંઇ વેંકટારમન ચીપરૂપલ્લી ધંધો. હેર કટીંગ સલૂન રહે. ટાડાપલ્લી, પ્રકાશનગર, પોલ્લેરામ ટેમ્પલ પાસે, જી, ગુંટુર રાજ્ય આંધપ્રદેશ
-નાગમની ઉર્ફે મની રામારાવ ચીડ્ડીમલ્લા ધંધો, ઘરકામ રહે.પ્રકાશનગર,ડોલાસનગર, ક્રિષ્નાગર, તા. ઢાડેપલ્લી જી. ગુંટુર રાજ્ય આંધ્રપ્રદેશ
પ્રિયંકા મનીકાન્તા ઉપ્પુ ધંધો, ઘરકામ રહે, પ્રકાશનગર, ચેન્ના રાઉ સોપ,ટાડપલ્લી જી.ગુંટૂરરાજ્ય આંધ્રપ્રદેશ
મોલાકા વિનય બાબરાઉ રહે. ટેડાપલ્લી ગુંટુર રાજ્ય આંધપ્રદેશ.