Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
અગાઉ જામનગરનો જ એક ભાગ હવે પાડોશી એવો દેવભૂમિ દ્વારકા જીલ્લો ખનીજ ચોરીને લઈને જાણીતો જીલ્લો છે, અહી બોક્સાઈટ મોટા પ્રમાણમાં હોવાથી બોક્સાઈટની બેફામ ખનીજ ચોરી થાય છે, જે બાબત જામનગર માત્ર સ્થાનિક તંત્ર જ નહી પરંતુ ગાંધીનગર સુધી બધા જાણે છે, તેનું તાજું જ ઉદાહરણ લેવામાં આવે તો હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, તેમાં પણ ખનીજચોરી બાબતે દ્વારકા જીલ્લાના ચોકાવનારા આંકડાઓ સામે આવ્યા છે,
દેવભૂમિ દ્વારકા જીલ્લો ખનીજચોરો માટે મોકળું મેદાન છે, અને વર્ષે અહીથી જેટલી ચોરીના કેસ સામે આવે છે, તેનાથી વધુ ચોરી તો તંત્રની નજર બહાર કે મીઠી નજર હેઠળ થઇ જતી હોવાનું પણ જાણકારો ઉમેરે છે, બોક્સાઈટ સહિતની કીમતી ખનીજો માટે દેવભૂમિ દ્વારકા ખનીજમાફિયાઓ માટે હોટ ફેવરીટ છે, વિધાનસભાના હાલમાં ચાલી રહેલા સત્રમાં ખનીજચોરી અંગેના પૂછવામાં આવેલ પ્રશ્નોમાં સ્ફોટક માહિતી સામે આવી છે,
જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી અ…ધ….ધ…ધ…ધ…રૂપિયા 23383.04 લાખ વસુલવાના બાકી હોવાનો ચોકાવનારો આંકડો સામે આવ્યો છે આ તમામ વચ્ચે અતિ ગંભીર બાબત એ છે કે પંકાયેલા ખનીજ માફિયાઓ દ્વારા તંત્રની આંખમાં ધૂળ નાખીને ખનીજચોરી કરવામાં આવી રહી છે અને યેનેક્ન પ્રકારે કીમતી ખનીજના કૌભાંડો કરી તંત્રની આંખમાં પણ ધૂળ નાખે છે.તાજેતરમાં જ આવો એક કિસ્સો થયેલ અરજીના માધ્યમથી સામે આવ્યો છે.
જેમાં દેવભૂમિ દ્વારકા ખાણ ખનીજ ઓફિસ દ્વારા કથિત રીતે બોક્સાઈટ ખનીજમાં કરોડોનું કોભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે, તેમજ એક નવું કોભાંડ હજુ આકાર લેવા જઈ રહ્યું છે, તેને રોકી અને સરકારને કરોડોની નુકશાનીથી બચાવવામાં આવે તેવો ઉલ્લેખ કરાયો છે, આવું કૌભાંડ આકાર લે તે પહેલા કલેકટર સહિતનું તંત્ર સતર્ક થઈને આ કૌભાંડ રોકે તેવી પણ બાબત પણ આ અરજીમાં જોવા મળે છે, જે એક કથિત કૌભાંડ પંકાયેલા ખાણ માફિયાઓ દ્વારા કરવામાં આવ્યું છે.
તેમાં ખાણ ખનીજ ખાતા દ્વારા બિનવારસું બોકસાઈડનો જથ્થો થોડાસમય પૂર્વે સીઝ કરેલ અને તાજેતરમાં જ જાહેર હરરાજી તે જથ્થાની કરવામાં આવેલ હતી, કરવામાં આવેલ જાહેર હરરાજી તે હરરાજીમાં દેવભુમિ દ્વારકાના કહેવાતા કેટલાક માથાભારે તત્વો દ્વારા પોતાના જ ડમી ઉમેદવારો ઊભા કરી અને જે લોકોનો ગેરકાયદેસર બોક્સાઈટ કાઢેલ હતો તે લોકો એ જ હરાજીમાં બોક્સાઈટનો જથ્થો ખરીદી લીધેલ હતો. જે વાત ભારે આશ્ચર્ય પમાડે તેવી છે….!!!!!
-સરકારી તંત્રએ લાખના બાર હજાર કર્યા??
વધુમાં આ અરજીમાં થયેલા આક્ષેપો પ્રમાણે જે બોક્સાઈટના જથ્થાની માર્કેટમાં હાલમાં 5000 થી 6000 રૂપિયા ટનની કીમત ગણાય છે, તેવા સારી ગુણવતાના બોક્સાઈટનો હરરાજીમાં માત્ર 1700 અને 2600 રૂપિયામાં લેવામાં આવેલ છે. વધુ શંકા તો ત્યારે થાય જયારે જેમના દ્વારા આ જથ્થો ખરીદ કરવામાં આવેલ અને લોકો હરાજીમાં જે બોક્સાઈટ લીધેલ છે. તેના સિવાયનો જથ્થો પણ ગેરકાયદેસર વાહન કરી અને રોયલ્ટીનો બચાવ કર્યો હોવાનો આક્ષેપ પણ અરજીમાં કરાયો છે. (જો કે આ બાબત તટસ્થ તપાસ માંગી લેતી છે.
-રોયલ્ટી પાસ બતાવ્યા રાખેને અનેક ગણો જથ્થો ઉપડાવી લેવાની મોડેસ ઓપરેન્ડીથી તંત્ર ક્યા અજાણ છે.
જુની ઓપરેન્ડીની રસપ્રદ વિગત જાણીએ તો જે હરરાજીમાં જથ્થો હતો તે જથ્થો 3000 થી વધુ ટન હતો તેની સામે આજની તારીખ એટલે કે 11/03/2021 ના સમયમાં જે 3000 ટનથી વધુ જથ્થો હતો તે ઉપડી ગયેલ છે અને રોયલ્ટી માત્ર 2000 જેવી જ ઉપયોગ થયેલ છે. (હા આ બાબત ખનીજ ખાતાએ તપાસ કરે તો વધુ હકીકત સામે આવે ત્યાં સુધી આક્ષેપ કહી શકાય) તો હવે જે 1500 ટન જેવી રોયલ્ટી વધેલ છે તેનું શું ? બીજું કે જે 2000 ટનની રોયલ્ટી ઉપયોગ થયેલ છે.
તે રોયલ્ટી પાસ ઉપર 5 થી 6 હજાર ટન જેવો બોક્સાઈટ ઉપાડી કથિત ચોરી કરવામાં આવેલ છે અને સરકારને કરોડો રૂપિયાની નુકસાની કરવામાં આવી છે તેવો આક્ષેપ થયો છે, આજની તારીખ જો આ બોક્સાઈટના જથ્થા બાબતની સ્થળ તપાસ કરવામાં આવે તો મોટું કોભાંડ બહાર આવે તેમ હોવાની શક્યતાઓ પણ આ અરજીમાં સેવવામાં આવી છે (જો કે આ આક્ષેપો છે તેની સ્થળ તપાસ થાય તો કદાચ સરકારની તિજોરીને થતું નુકશાન બચી શકે)
-હજુ આકાર લેશે જંગી કૌભાંડ જેને તંત્ર રોકી શકશે કે પછી….
આ થઇ અત્યાર સુધી આકાર પામી ચુકેલા એક કહેવાતા કૌભાંડની વાત હવે આવું જ વધુ એક કૌભાંડ ફરી થોડા દિવસોમાં આકાર લેશે તેવી શક્યતાઓ જાણકારોએ કરી છે, જેમાં જીલ્લા કલેકટર દ્વારા તાજેતરમાં જ એક અખબારમાં જાહેરાત આપવામાં આવેલ છે. જેમાં હડમતીયા, કેનેડી ગામના અલગ-અલગ સર્વે નંબરમાં બિનવારસું બોક્સાઈટનો જથ્થો પડેલ છે. તેમની હરરાજી કરવાની હોય માલિકી અંગે જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં વિગત છે કે જે જાહેરાત કરવામાં આવેલ છે. તે મુજબ જે લોકોએ આ ગેરકાયદેસર ખાણકામ કરી બોક્સાઈટ કાઢેલ છે. તેવા લોકો પોતાના મળતિયાઓ દ્વારા આ જથ્થો અમારો છે તેવો દાવો કરવામાં આવે છે અને પછી ખાણખનિજ ખાતા દ્વારા આવા લોકોને નોટિસ આપવામાં આવે છે અને દંડ ભરવા જણાવવામાં આવે છે.
જે કોભાંડ મુજબ દંડની રકમ ટનદીઠ માત્ર 1000 થી 1500 રૂપિયા થવા જશે અને જે લોકોએ આ બોક્સાઈટ ગેરકાયદેસર કાઢેલ છે તે કાયદેસર કરી લેશે આમ આ કોભાંડમાં સરકારને આશરે પર ટન 4000 થી 5000 રૂપિયાનું નુકસાન જશે બીજું કે આ જાહેરાતમાં કેટલો જથ્થો પડેલો છે. તેની વિગત કોઈ જાહેર કરવામાં આવી નથી પરંતુ જાણવા મળેલ છે કે આ જથ્થો 40 થી 50 હજાર ટન જેવો છે. અને અંદાજે 20 થી 25 કરોડ રૂપિયાનો આ જથ્થો હોય ત્યારે જાણકારો કહે છે કે ખાણખનીજ ખાતું આવા કીમતી ખનીજ અને સરકારને મોટી આવક થવા દેવી હોય તો જાહેર હરરાજીના બદલે ઓનલાઇન હરાજી કરે તો સરકારને કરોડો રૂપિયાની આવક થાય અને વિવિધ પાર્ટીઓ ઉચા ભાવ બોલે તો સરકારને મોટી આવક થાય તેવી વાત પણ અરજીમાં ટાંકવામાં આવી છે.
-સ્થાનીક નામચીન ખનીજ માફીયાઓ દ્વારા અવિરત ખનીજચોરી અને ઉપરથી પીઠબળ
કહેવાય છે કે દેવભૂમિ દ્વારકા જીલ્લો ખનીજ માફિયાઓ માટે મોકળું મેદાન છે, ક્યારેક તંત્રના હથિયાર પણ હેઠા પડી જાય છે, અને આક્ષેપ ત્યાં સુધી કરવામાં આવ્યો છે કે આવા કોભાંડ દેવભુમિ દ્વારકાના નામચીન ખાણખનીજ માફિયા દ્વારા કરવામાં આવે છે જે તમામને ઉપર….તેની ઉપર…બધેથી પીઠબળ છે અને આ લોકો અગાઉ પણ કરોડો રૂપિયાના ખનીજ કૌભાંડો કરી ચૂકેલ છે, અને આ કોભાંડમાં ખાણ ખનીજ ખાતાના અમુક અધિકારીઓની મિલીભગત હોય ખનીજ માફિયાઓ જો સફળ થશે તો સરકારની તિજોરીને ચોક્કસથી નુકશાન થશે.ત્યારે હવે આ મામલે ઓનલાઈન હરરાજી કરવાની રજૂઆત ઉચ્ચકક્ષાએ થઇ છે ત્યારે જોઈએ તેને કેટલી સફળતા મળે છે.