Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
હાલ કોરોના મહામારીનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે, એવામાં કોરોના પોજીટીવ આવનાર દર્દીઓ પ્રત્યે કેટલાક આડોશી પાડોશી, વ્યવસાય સ્થળના સહકર્મીઓ ડિસ્ટન્સ રાખવા લાગે છે, અને આવા સમયે કોવીડ હોસ્પિટલ જ્યાં આવેલ હોય તેની અંદર તો ઠીક નજીક કોઈ જતા પણ સો વખત વિચાર કરે એવા સમયે દેવભૂમિ દ્વારકા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાની હિમ્મતને દાદ આપવી પડે તેવું કાર્ય તેમના દ્વારા કરવામાં આવ્યું છે, અને તેની ચોમેર પ્રશંસાઓ થઇ રહી છે, દેવભુમિ દ્વારકા જીલ્લા કલેક્ટર ડૉ.નરેન્દ્રકુમાર મીનાએ ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે આવેલ ડેડીકેટેડ કોવિડ-19 હોસ્પિટલમાં આવેલ આયસોલેશન વોર્ડની તેમજ દરેક દર્દીઓના ઑક્સીજન લેવલ મેઝરમેન્ટ કરેલ હતું. આ તકે કલેકટરે કેવા પ્રકારની સેવાઓ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવી રહી છે તેની માહિતી દર્દીઓ પાસેથી રૂબરૂ મેળવેલ હતી.
ડીસ્ચાર્જ અને હોમ આયસોલેટ તથા દર્દીઓને રાખવાની થતી કાળજીઓ અંગે પણ દર્દીઓને સમજણ આપી હતી. સતત 2 કલાક કલેક્ટરએ આયસોલેશન વોર્ડ તેમજ આઇ.સી.યુ.માં રહી દર્દીઓને ઝડપથી સારા થવા માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને હોસ્પિટલ તંત્રને પણ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપ્યા હતા, અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા કલેકટરનો કાર્યકાળ નિર્વિવાદાસ્પદ રહ્યો છે સાથે જ તેવો પોતે જાત તપાસના આગ્રહી છે, થોડા સમય પૂર્વે પણ તેવો કલ્યાણપુરની એક પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સમય વેળાએ આકસ્મિક પહોચ્યા હતા અને બાળકો સાથે શાળાના પટાંગણમાં બેસીને જ ભોજન લેવાની સાથે ગુણવતાની ખરાઈ કર્યાની તસ્વીર વાઈરલ થતા ત્યારે પણ કલેકટરની પ્રશંશાઓ થઇ હતી.એવામાં ફરી વખત કલેકટરે ખુદ કોવીડ હોસ્પિટલમાં પહોચી અને દર્દીઓ સાથેની મુલાકાતને સૌ બિરદાવી રહ્યા છે.