mysamachar.in-જામનગર
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સલાયા થી મોટાપાયે હેરોઇન ઝડપાયા બાદ એ.ટી.એસ. અમદાવાદ દ્વારા હેરોઇન ડ્રગ્સના દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કર્યા બાદ જામનગરમાં નશીલા પદાર્થની હેરાફેરીના કાળા કારોબારનો એલ.સી.બી. અને એન.સી.બી.ની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડીને પર્દાફાશ કર્યો છે અને ૫૦ લાખની આંતરાષ્ટ્રીય બજાર કિમતના ચરસના જથ્થા સાથે જોડિયાના મુસ્લિમ તેમજ મહારાષ્ટ્રના શખ્સને ઝડપી લઈને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે,અમદાવાદ એન.સી.બી. ના ડાયરેક્ટર હરિઓમ ગાંધી અને જામનગર એસ.પી.શરદ સિંઘલની સૂચનાથી એન.સી.બી.ના ઓફિસર સુનિલ અને જામનગર એલ.સી.બી.ના પી.આઈ. આર.એ.ડોડીયા,પી.એસ.આઈ.વી.વી.વાગડિયા,સ્ટાફના બસીરભાઈ મલેક,મિતેશભાઈ પટેલ,કમલેશભાઈ રબારી,નિર્મલસિંહ જાડેજા,બળવંતસિંહ પરમાર,સુરેશભાઇ માલકીયા વગેરે અતિ ગુપ્ત રીતે વોચ ગોઠવીને શહેરના શુભાષ શાક માર્કેટ પાસેથી મહારાષ્ટ્રના પુનાના અરુણ માંજરેને અને ચરસનો જથ્થો લેવા આવેલ જોડિયાના મામદ નામના શખ્સને રંગે હાથે ૫ કિગ્રા ચરસના જથ્થા સાથે દબોચી લેવામાં સફળતા મળી છે,
દરમ્યાન મહારાષ્ટ્રથી જામનગર ચરસનો જથ્થો સપ્લાય કરવા આવેલા અને કેરિયર તરીકે કામ કરતાં અરુણ માંજરે તેમજ જામનગરમા જેને ચરસનો જથ્થો સપ્લાય કરવાનો હતો તે જોડિયાના મામદ નામના શખ્સ ની ધરપકડ કરવામાં આવી છે,જેમાં જોડિયાનો મામદ નામનો શખ્સ અગાઉ ૧૯૯૭ માં ત્રિપલ મર્ડર નો આરોપી હોય જામનગર જીલ્લામાં કેટલા સમય થી ડ્રગ્સની હેરફેરી કરવામાં આવતી હતી તે અંગે એલ.સી.બી.એ આગળની કાર્યવાહી હાથ ધરી છે,
આમ દેવભૂમિ દ્વારકા બાદ જામનગર જિલ્લામાં પણ નશાના નેટવર્ક નો પર્દાફાશ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે,હવે પોલીસ અને નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ એ આ નેટવર્ક ના મૂળ સુધી પહોચવા તપાસના ચક્રો તેજ કર્યા છે.