Mysamachar.in-અમદાવાદ:
આ અજાયબ દુનિયામાં હિન્દી કહેવત અનુસાર, ‘ભાત ભાત કે લોગ’ અસ્તિત્વ ધરાવે છે. આવો એક માણસ ગુજરાતની વડી અદાલતની ઝપટમાં આવી ગયો. જેને સુનાવણી દરમ્યાન સ્મોકિંગ બદલ રૂ. 50,000 નો દંડ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટની જસ્ટિસ એ.એસ.સુપેહીયા અને જસ્ટિસ નિશા ઠાકોરની ખંડપીઠે, એક આરોપીની જામીન અરજીની વર્ચ્યુઅલ સુનાવણી સમયે, એક શખ્સ સ્મોકિંગ કરતો ઝડપાઈ ગયો છે એમ સિંગલ જજની ખંડપીઠે રજૂઆત કરતાં, તેની ગંભીર નોંધ લઈ આ શખ્સને રૂ. 50,000 નો દંડ ફટકારી દીધો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ટૂંકા સમયમાં આ બીજો બનાવ છે. આ અગાઉ થોડા સમય પૂર્વે એક પક્ષકાર વર્ચ્યુઅલ સુનાવણી દરમ્યાન શૌચાલયમાં બેઠો હોવાની વિગતો બહાર આવતાં અદાલતે તેને રૂ. 2 લાખનો દંડ કર્યો હતો. જે શખ્સને રૂ. 50,000 નો દંડ થયો છે એ રાજકોટનો શખ્સ છે અને GST કૌભાંડનો આરોપી છે.(file image)