mysamachar.in-રાજકોટ:
રાજકોટ ખાતે આવેલ ડો.પ્રવીણ તોગડિયા એ કેન્દ્ર સરકાર પર ખેડૂતોને આપવામાં આવતા ટેકાના ભાવો સહિતના મુદાઓ પર આકરા પ્રહારો કર્યા છે..ડો.તોગડિયા એ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે આગામી ૧૫ ઓગસ્ટ થી ખેડૂતોને ટેકાના દોઢગણ ભાવો આપવા સહિતની માંગણીઓને લઈને દેશના ખેડૂતો નું આંદોલન મધ્યપ્રદેશથી શરૂ થઇ રહ્યું છે તેમાં ડો.તોગડિયા પોતે પણ જોડાશે અને ગુજરાતમાં પણ ખેડૂતોને પાકવીમા અને ટેકાના ભાવોના અનેક પ્રશ્નો મુદે ગુજરાતમાં પણ આ આંદોલન ને વેગવંતુ બનાવશે..વધુમાં તોગડિયા પ્રધાનમંત્રી પાકવીમા યોજના પર પ્રહારો કરતાં કહ્યું કે પાક વીમા યોજના એટલે પંદર પ્રાઈવેટ વીમા કંપનીઓને પંદર હજાર કરોડ કમાવી દેવાનો કારસો હોવાનો કટાક્ષ પણ તોગડિયા એ કર્યો હતો.