my samachar.in-અમદાવાદ:
હેરોઇન,કોકેઈન જેવા નશીલા પર્દાથો નો કારોબાર કરતી આંતરરાષ્ટ્રીય ગેંગ દ્વારા ઇન્ડિયામાં કોઈપણ રીતે નશીલા પદાર્થ ઘુસાડવા માટે નીત નવા કીમિયા અજમાવીને કેરિયર તરીકે દક્ષિણ આફ્રિકાના કાળિયાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય તેમ એક આફ્રિકન ડાડો પોતાના પેટમાં કોકેઈનનો જથ્થો ટેબ્લેટ સ્વરૂપે સંતાડીને દુબઇ થી મુંબઈ જતા સમયે અમદાવાદ ખાતે એરપોર્ટ ઉપર ઇમીગ્રેશન વિભાગે ચેકિંગમાં રોકીને હેન્ડ મેટલ ડિટેક્ટર થી ચેક કરવાંમાં આવતા સામે આવ્યું કે પેટમાં શંકાસ્પદ વસ્તુ છે,
તાકીદે સાઉથ આફ્રિકાના નાઈજિરિયન જોહું એલેક્સિસને અમદાવાદ એસ.ઓ.જી ની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જઈને તેના ગુદાના ભાગેથી પ્રથમ ઈંડા આકાર જેવી મોટી કેપ્સુલ સફેદ કલરની 9 નંગ કાઢી આપેલ,ડોક્ટરે ફરીથી દવાઓ આપતા થોડીવાર પછી જોહૂના ગુદાના ભાગેથી 12 મોટી કેપ્સુલ નીકળી હતી,
આ તમામ કેપ્સુલ ડ્રગ્સ હોવાનું ખુલ્યું હતું અને દુબઇ થી પેટમાં 2 કરોડની કિંમતની કોકેઈનની ગોળીઓ લઈને આવેલ હોવાનું આફ્રિકન શખ્સે એસ.ઓ.જી.ની ટીમ ને જણાવ્યું હતું,જોહું નાઈજિરિયન ના પેટમાંથી હાલ 22 ગોળી કોકેઈનની મળી છે હજુ તેના પેટમાં 20 થી 22 ગોળીઓ હોવાની આશંકાના આધારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં રાખવામાં આવ્યો છે અને એક્સરેના આધારે જોહૂના પેટમાંથી ગુદા મારફત કોકેઈનની કેપ્સુલ કાઢવા માટે ડોક્ટર ની ટીમ મથામણ કરી રહી છે,
ઉપરાંત જોહુની ધરપકડ કરી રીમાન્ડ મેળવી આ સમગ્ર રેકેટ બાબતે પુછપરછ હાથ ધરવા માટે એસ.ઓ.જી અમદાવાદની ટીમે તજવીજ હાથ ધરી છે.