mysamachar.in-જામનગર
રાજ્ય સરકારનો સૌથી વધુ વગોવાયેલો કોઈ વિભાગ હોય તો તે વિભાગ માર્ગ અને મકાન વિભાગ છે,જામનગર સહીત રાજ્યભરમાં વર્ષ દરમિયાન અનેક ફરિયાદો નો ધોધ આ વિભાગની નબળી કામગીરી ને લઈને જોવા મળતો હોય છે,એવામાં જામનગર જીલ્લા પંચાયત ના માર્ગમકાન વિભાગ હસ્તક નિર્માણ પામેલા રસ્તાઓનું ટૂંકાગાળામાં તૂટી જવું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ની મીલીભગત સહિતના સવાલો છેલ્લા કેટલાય સમયથી ઉઠી રહ્યા છે,અને કથિત આક્ષેપો થઇ રહ્યા છે,
સ્થાનિક ગ્રામજનો થી માંડી ને સરપંચ અને સરપંચ થી માંડી ને છેક ધારાસભ્ય અને જીલ્લા ના ઉચ્ચ અધિકારીઓ એ પણ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં જામનગર જિલ્લામાં થયેલ નબળી અને ગુણવતાવિહીન કામગીરી ની ગંભીર નોંધ લીધી છે,લોકોની સુવિધાઓને લઈને માયસમાચાર પણ છેલ્લા કેટલાક દિવસોથી આવા ટૂંકાગાળામાં તૂટી ગયેલા રોડના સચિત્ર અહેવાલ પણ લોકો સમક્ષ મૂકી અને પ્રજાનો અવાજ બની રહ્યું છે,
એવામાં આજે મળતા સમાચારો મુજબ જામનગર જીલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જસવંત પરમાર એ એકાએક ગાંધીનગર વડી કચેરી ખાતે પોતાનું સ્વૈચ્છિક રાજીનામું મોકલી દેતા જીલ્લા પંચાયત અને જિલ્લામાં અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું છે,
ત્યારે આ બાબતે જયારે કાર્યપાલક ઈજનેર પરમારની માય સમાચાર દ્વારા ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે મેં મારા અંગત કારણો ને લઈને સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું,હવે આ કારણ ખરેખર અંગત જ છે કે કેમ તે બાબત પણ જીલ્લાપંચાયતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.