Mysamachar.in-મોરબી:
જામનગર જિલ્લાના ધ્રોલમાં જાહેર રોડ પર ગત 6 માર્ચ 2020ના ધ્રોલના દિવ્યરાજસિંહ જાડેજા નામના 29 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યાના બનાવે ચકચાર મચાવી દીધી હતી, અને આ મામલે જે તે સમયે ધ્રોલ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો ગુન્હો નોંધાયા બાદ આરોપીઓને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે જેમાં મુખ્ય આરોપી ઓમદેવસિંહ જાડેજાને ગઈકાલે મોરબીથી જામનગર કોર્ટમાં તારીખમાં જાપ્તામાં લાવવામાં આવ્યો ત્યારે લક્ઝરી કારમાં પોલીસકર્મીઓ દ્વારા લાવવામાં આવ્યો હતો, અને આવી વીઆઈપી સગવડ જાપ્તામાં મળી હોવાના વિડીયો વાઈરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો,
ખુન કેસના આરોપી ઓમદેવસિંહ જાડેજાને ફોર્ચ્યુંનર કારમાં મોરબીથી જામનગર કોર્ટમાં જાપ્તામાં લાવી પોલીસ મોરબી જેલથી જામનગર કોર્ટ કેદી પાર્ટીમાં લકઝરી કારમાં આરોપીને લઈને આવી હતી જાપ્તાની પોલીસ સામે સવાલો ઉઠ્યા હતા.પોલીસ જાપ્તા દરમ્યાન સવલતો આપી હોવાનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા અનેક ચર્ચા જાગી હતી. આ મામલે મોરબી એસપી સુબોધ ઓડેદરાએ પોલીસ બંદોબસ્તમાં તૈનાત બે પોલીસકર્મીઓ જેમાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા રાજેશભાઇ અને જગદીશભાઈને સસ્પેન્ડ કરી દાખલારૂપ કામગીરી કરી છે.અને આ મામલે વધુ તપાસ શરુ કરાઈ છે.