Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સરકારના વહીવટમાં છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચારનો લૂણો લાગી ગયો છે,ત્યારે સરકારના ઉચ્ચ અધિકારી દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ રાજ્યના દેવસ્થાનોમાં કરવામાં આવેલા વિકાસના કામોમાં કરોડો રૂપિયાનો કથિત ભ્રષ્ટાચાર થયો હોવાની વાતચીતની ઓડિયો ક્લીપ સમગ્ર રાજયમાં વાયુવેગે વાઇરલ થતાં ધર્મપ્રેમી જનતામાં ભારે આઘાતની લાગણી પ્રસરી છે તો બીજી તરફ સરકારના આડેધડ ચાલતા વહીવટની પોલ પણ ઉઘાડી પડી છે,
ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ સચિવ અનિલ પટેલ અને જામનગર RTI એકટીવીસ્ટ કિશોર નથવાણીની વચ્ચે રાજ્યના પાવાગઢ,દ્વારકા,સુરતના તાપી શબરીધામ સહિતના યાત્રાધામમાં વિકાસના કામે કરોડોનો કથિત ભ્રષ્ટાચાર મામલે ખુલ્લેઆમ ઓડિયો ક્લીપમાં વાતચીત કરવામાં આવી રહી છે,
આ ઓડિયો ક્લીપએ રાજ્ય સરકારની ઊંઘ ઉડાડી દીધી છે અને સમગ્ર મીડીયામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના કથિત ભ્રષ્ટાચારનો મામલો ઉજાગર થતાં ભારે હોબાળો મચી ગયો છે અને સરકારના રાજ્ય કક્ષાના પ્રધાન દિલિપ ઠાકોરે નિવેદન આપી ઉચ્ચ અધિકારીઑ મારફત તપાસ કરવાનું મીડિયા સમક્ષ જણાવ્યુ છે,
ત્યારે આજની કેબિનેટ બેઠકમાં આ મુદ્દો મુખ્ય સ્થાને રહે તેવી સંભાવના વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ આ મામલે તપાસ અંગે મોટો નિર્ણય કરે તેવી શક્યતાઑ પણ રહેલી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.