mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર ની સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા ૧૦ માસ જેટલા સમયમાં રોગચાળા માજા મૂકી હોવાના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે,જે આરોગ્ય તંત્રના દાવાઓની પોલ ખોલવા માટે પૂરતા હોય તેમ લાગી રહ્યું છે,
ડેન્જર કેહવામાં આવતા ડેન્ગ્યુના પણ અધધ કેસો દ્વારકા જિલ્લામાં 1 જાન્યુઆરી થી 20 ઓક્ટોબર સુધીમાં 197 સેમ્પલો માંથી ડેન્ગ્યુના 24 કેસ પોઝિટિવ સામે આવ્યા છે,ડેન્ગ્યુ ના 24 કેસ માં તાલુકાવાર નજર કરીએ તો દ્વારકામા 4,કલ્યાણપુરમા 10,ભાણવડ 6 અને ખંભાળિયામાં પણ ૪ કેસો નોંધાયા છે,
મેલેરિયા ના ચાલુ વર્ષે 1 જાન્યુઆરી થી 20 ઓક્ટોબર સુધીમાં 1,23,933 બ્લડ ના સેમ્પલ માંથી 65 કેસ પોઝિટિવ…
65 કેસ માંથી તાલુકા વાઇસ મેલેરિયા પોઝિટિવ કેસોના આંકડાઓ પર નજર કરવામાં આવે તો દ્વારકા – 19 કલ્યાણપુર-12,ભાણવડ – 09,ખંભાળિયા- 25 કેસ નોંધાયાનું જાહેર થયું છે.