Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટર તરીકે ખુબ પીઢ અને અનુભવી સાથે જ મિલનસાર સ્વભાવ ધરાવતા કર્તવ્યનિષ્ઠ અધિકારી મુકેશ પંડ્યાએ કલેકટરના હોદ્દાનો ચાર્જ વિધિવત રીતે સાંભળી લીધો છે, હંમેશા પ્રજાકીય પ્રશ્નોનો તુરત જ ઉકેલ આવે લોકો સુખ સુવિધાનો અહેસાસ કરે અને વહીવટમાં ક્યાય ઉણપ ના રહે તેના આગ્રહી મુકેશ પંડ્યા છે, મુકેશ પંડ્યા અગાઉ જામનગર નિવાસી અધિક કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી તો દ્વારકા જીલ્લા વિકાસ અધિકારી તરીકેના હોદ્દાઓ પર પારદર્શી કામગીરી કરી ચુક્યા છે.
ખાસ કરીને દ્વારકા જિલ્લાનો વિશાળ દરિયા કિનારો સુપ્રસિદ્ધ જગતમંદિર સહિતના મહત્વના ધાર્મિક સ્થાન ઇન્ટરનેશનલ બીચ વિવિધ ઉદ્યોગો સંવેદનશિલ વિસ્તારો ટાપુઓ ખનીજ સંપતી સહિતને ધ્યાને લઇ સુરક્ષા પ્રવાસન વ્યવસ્થાઓ નિયમો તેમજ વિકાસ ઝંખતા આ છેવાડાના જિલ્લાના અનેક પેરા મીટર ઉપરાંત રાજકીય પડકારજનક સ્થિતિ સહિતના મુદે કલેક્ટર તરીકે ઘણી બાબતો જોવાની થશે તેમજ અમલવારી કરાવાની રહેશે, ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ સુવિધા તેમજ અનેક યોજનાઓના લાભથી વંચિત લોકોને સરકારી યોજનાઓના લાભ મળે તે બાબતો અગત્યની છે.
ત્યારે એટલુ ચોક્કસ કહી શકાય કે કલેક્ટર પંડ્યા આ દરેક બાબતોએ સંતુલીત કાર્યવાહી કરશે તેવી અપેક્ષા લોકો સેવે છે કેમકે તેમને જામનગર અને દ્વારકા જિલ્લાનો બહોળો અનુભવ છે તેમજ જુદી-જુદી પોસ્ટ પરની તેમની આ વિસ્તારોની ફરજો કુનેહભરી રહી છે તેમ વહીવટી ક્ષેત્રના સમીક્ષકો જણાવે છે.