Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લામા આજદિવસ સુધી કોરોનાવાઈરસનો એકપણ પોજીટીવ કેસ નોંધાયેલો નથી, અને હજુ પણ કેસ ના નોંધાય તે માટે તંત્ર સતત જહેમત ઉઠાવી રહ્યું છે, કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેકટર ડો.નરેન્દ્ર મીણા દ્વારા આજે તારીખ 29 થી તારીખ 3 મે સુધી ક્યા વ્યવસાય ક્યા સમય સુધી કાર્યરત રહેશે તેની સ્પષ્ટ વિગતો સાથે તેની અમલવારી કરવા જાહેરનામુ બહાર પાડ્યું છે, જેમાં પાન મસાલા ગુટકા હોટલ સહિતના ધંધા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરીયાણા પ્રોવિઝન સ્ટોર હાઈઝીન પ્રોડક્ટ્સ સહિતના વિવિધ વ્યવસાયકારો સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી તેમના વ્યવસાયનું સ્થળ કાર્યરત રાખી શકશે,
જ્યારે દૂધ ડેરી,શાકભાજી,ફળફળાદી સહિતના ધંધાર્થીઓ સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી વેપાર કરી શકશે, તો પુસ્તક, સ્ટેશનરી, ઈલેક્ટ્રીક, ગેરેજ, પંચરવાળા સહિતના વ્યવસાયકારો સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી તેમનો ધંધો કરી શકશે, કન્સ્ટ્રકશન મટીરીયલ્સ અને હાડવેરની દુકાનો સવારે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકશે, તેમજ વ્યાજબી ભાવની દુકાનો સવારે આઠ વાગ્યાથી રાત્રીના દસ વાગ્યા સુધી તેમનો વ્યવસાય કાર્યરત રાખી શકશે આ ઉપરાંત મેડિકલ સ્ટોર લેબોરેટરી પેથોલોજી નર્સિંગ હોમ ક્લિનિક તબીબી ઉપકરણો દુકાનો સહિતના વ્યવસાય 24 કલાક કાર્યરત રાખી શકશે., જો કોઈ ધંધાર્થી કે વ્યવસાયકારો નિયમોનું પાલન નહીં કરે તો તેમની સામે જાહેરનામાંભંગ સહિતના પગલાઓ લેવામાં આવશે.
નીચે દર્શાવેલ દુકાનો નહિ થઈ શકે શરુ..
– તમાકુ, પાન-ગુટખા, બીડી-સિગારેટ, વગેરેનું જ્થ્થાબંધ/છૂટક વેચાણ કરતી દુકાનો/ગલ્લા/એકમો
– હેર કટીંગ સલૂન/ વાળંદની દુકાનો,સ્પા
– ચા ની દુકાનો (ટી-સ્ટોલ)અને કોફી શોપ
– હોટલ, રેસ્ટોરન્ટ તથા ખાણીપીણીની દુકાન/લારીઓ
– મીઠાઇ – ફરસાણની દુકાનો/લારીઓ અને દૂધના માવાની દુકાન.
– શેરડીના રસ/જયુસ વેચતી દુકાન/લારીઓ.
– સોડા શોપ,આઇસ્ક્રીમ પાર્લર/ ગોલા અને ઠંડાપીણાંની દુકાન/ લારીઓ.
– જાહેર રસ્તા પર તમામ પ્રકારના ખાણીપીણીની ચીજવસ્તુઓ વેચતી લારીઓ/ફ્રુડ ટ્રક
– ફાસ્ટફુડની દુકાનો, બેકરીની દુકાનો
– ગીફટ શોપ કટલરી/ હોઝીયરી શોપ
– દરજીની દુકાન, લૉન્ડ્રીની દુકાન
– ચશ્માની દુકાન
– બુટ-ચંપ્પલની દુકાન
– ફર્નિચરની દુકાન /શો-રૂમ
– સોનીની દુકાન/શો-રૂમ
– રેડિમેઇડ કાપડ/કાપડના વેપારીની દુકાન/શો-રૂમ
– ફોટોગ્રાફી/વિડીયોગ્રાફી/ પેઇન્ટરની દુકાનો
– સાઇકલ/ટુ-વ્હીલર/ફોર વ્હીલરનું વેચાણ કરતી દુકાનો/શો-રૂમ
– મલ્ટી બ્રાન્ડ અને સીંગલ બ્રાન્ડ મોલ