Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર પાસેના દ્વારકા જિલ્લામા રોજગાર માટે આવતા પરપ્રાંતિયોમાથી અમુકના ગુનાહિત માનસ ધરાવે છે તેમ વહીવટીતંત્રએ જાહેર કરતા ખળભળાટ વ્યાપ્યો છે, તે લોકો બોગસ દસ્તાવેજ થી સીમકાર્ડ ખરીદી રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરે છે તેમ અધીક જિલ્લા મેજીસ્ટ્રેટ એ જણાવ્યુ હોઇ આ બાબત ખુબ ગંભીર બની જાય છે, માટે એડીએમએ પ્રસિદ્ધ કેલા જાહેરનામા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રી ય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લાલમાં વિવિધ મોટા ઔદ્યોગિક એકમો જેવા વાઈટલ ઇન્સળટોલેશન સેન્ટિરો આવેલા હોવાથી બહારના રાજયોમાંથી હજારોની સંખ્યા માં પર પ્રાંતિય લોકો રોજગારી અર્થે આવે છે અને બોગસ દસ્તાવેજ રજુ કરી સીમકાર્ડ ખરીદ કરતા હોય છે.
ઘણીવાર ગુનાહિત માનસ ધરાવતા ઇસમો આવા બોગસ સીમકાર્ડ નંબરો ઉપરથી કોલ કરી રાષ્ટ્ર વિરોધી કે આતંકવાદી પ્રવૃતિને અંજામ આપે છે તેમજ લોકોને લાલચ – પ્રલોભન આપી પૈસા પડાવતા હોય છે તેમજ મહિલાઓની જાતીય સતામણી કરતા હોય છે. આ પ્રવૃતિને અટકાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાા (મુ.ખંભાળીયા)ના અધિક જિલ્લાપ મેજીસ્ટ્રે ટએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કરી ડીસ્ટ્રી બ્યુટર અને સીમકાર્ડ વીક્રેતાઓ માટે કેટલાક આદેશો ફરમાવેલ છે તે મુજબ…
સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાટના મોબાઇલ ફોનના સીમકાર્ડના તમામ વિક્રેતાઓએ સીમકાર્ડના વેચાણ સમયે ખરિદનાર વ્ય કિતનું નામ, સરનામુ, ફોટો, ઓળખકાર્ડની નકલ રહેઠાણના પુરાવાઓની નકલ, ખરીદનારના કલર ફોટાની બરોબર ચકાસણી કરવાની રહેશે. ફોર્મ સુવાચ્યા અક્ષરે ભરવાનું રહેશે. ફોર્મમાં કરેલ દરેક સહિની નીચે સહી કરનારના સ્વરહસ્તાૂક્ષરમાં સુવાચ્યક અક્ષરે તેનું પુરૂ નામ લખવાનું રહેશે. ત્યા રબાદ જ સીમકાર્ડ વેચાણ કરી શકાશે અને સીમકાર્ડની ખરીદી કરનારનો ફોટો ઓળખ તથા રહેણાકની વિગતો જળવાઇ રહે તે માટેનું વિગતવારનું રજીસ્ટયર નિભાવવાનું રહેશે. ડીપાર્ટમેન્ટમ ઓફ ટેલીકોમની નવા સીમકાર્ડ આપવા સબંધિત સુચનાઓનું ચુસ્તિ પાલન કરવાનું રહેશે.
જે અંતર્ગત મોબાઇલ ઓપરેટરો-સીમકાર્ડ વિક્રેતાઓએ ગ્રાહકોએ રજુ કરેલ આધારો ફોટોગ્રાફસનું ટેલીફોનિક વેરીફીકેશનની સાથે સાથે કસ્ટપમર એકવીઝીશન ફોર્મમાં સ્થ્ળ ખરાઇ તેમજ સહી કર્યા બાદ જ સીમકાર્ડ એકટીવેટ કરવાનું રહેશે. ટેલિફોન બુથ ધારકોએ ફોન કરનારની ઓળખની ચકાસણી કરી ત્યાળરબાદ ફોન કરનારને ફોન કરવા દેવો તથા ફોન નંબરની માહિતી તેમજ ફોન કરનાર વ્યોકિતના નામ, સરનામાની માહિતી જળવાઇ રહે તે રીતનું રજીસ્ટવર નિભાવવાનું રહેશે. તેમ હુકમ કરાયો છે. વળી આ બાબતે નિભાવેલ રેકર્ડ (રજીસ્ટંર)સુરક્ષીત રીતે એક વર્ષની મુદત સુધી જાળવી રાખવાનું રહેશે. જાહેરનામું તા.07-01-2021 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના હુકમનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ 1860 (45માં અધિનિયમ)ની કલમ 188 મુજબ સજાને પાત્ર થશે તેવી તાકીદ પણ કરાઇ છે.